રાજકોટમાં પાટીદાર સ્નેહ મિલન કાર્યક્રમમાં ખુરશીઓ ખાલી, CM સ્ટેજ પાછળથી જ રવાના થઈ ગયા

ADVERTISEMENT

gujarattak
social share
google news

Rajkot News: રાજકોટમાં સૌરાષ્ટ્ર સરદાર પટેલ સેવાદળ દ્વારા ઉપલાકાંઠા વિસ્તારમાં આવેલા કાર્તિક પાર્ટી પ્લોટમાં સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. CM મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં ખુરશીઓ ખાલી રહેલા આયોજકો મુખ્યમંત્રીને સ્ટેજ પર લઈ ગયા નહોતા અને પાછલા બારણેથી જ મુલાકાત બાદ ભૂપેન્દ્ર પટેલ રવાના થઈ ગયા હતા. જે બાદ અનેક ચર્ચાઓ શરૂ થઈ હતી.

કાર્યક્રમમાં ખુરશીઓ ખાલી રહેતા CM રવાના

વિગતો મુજબ, પાટીદારોના ગઢ ગણાતા ઉપલાકાંઠા વિસ્તારમાં SPG અધ્યક્ષ લાલજી પટેલ, સૌરાષ્ટ્રના અધ્યક્ષ કલ્પેશ રાંક અને રાજકોટ જિલ્લાના અધ્યક્ષ નૈમિશ પરસાણાના નેતૃત્વમાં સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 5 હજારથી વધુ લોકો આવવાનો અંદાજ હતો, જેને લઈને તૈયારીઓ કરી દેવાઈ હતી. જોકે મુખ્યમંત્રી કાર્યક્રમ સ્થળ પર બપોરે પહોંચ્યા ત્યારે માત્ર થોડા લોકો જ ત્યાં હાજર હતા અને મોટાભાગની ખુરશીઓ ખાલી દેખાતી હતી. એવામાં આયોજકે CMને સ્ટેજ પર નહોતા લઈ ગયા અને સ્ટેજની પાછળથી જ મુલાકાત કરીને મુખ્યમંત્રીને રવાના કરી દેવાયા હતા.

સરકાર સમક્ષ લાલજી પટેલની માંગ

તો કાર્યક્રમમાં SPGના અધ્યક્ષ લાલજી પટેલે જણાવ્યું હતું કે, કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ લગ્નની નોંધણીમાં સુધારો થાય તેનો હતો. મુખ્યમંત્રી અને કાયદામંત્રીએ મહેસાણાના કાર્યક્રમમાં આ વાત કરી હતી. આજે અમે ફરી તેને પત્ર આપીને આની માંગ કરી છે. આ સાથે તેમણે દીકરીઓ માટે લગ્નની ઉંમર 18 વર્ષથી વધારીને 21 વર્ષ કરે તે માટે સરકારને વાત કરવાનું પણ કહ્યું હતું.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT