PM મોદીના આગમન પહેલા રાજકોટ ભાજપમાં ડખો, શહેર પ્રમુખ-MLA વચ્ચે થઈ બોલાચાલી

ADVERTISEMENT

ભાજપ ધારાસભ્ય અને શહેર પ્રમુખની તસવીર
ભાજપ ધારાસભ્ય અને શહેર પ્રમુખની તસવીર
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

રાજકોટમાં ભાજપના શહેર પ્રમુખ અને ધારાસભ્ય વચ્ચે બોલાચાલી.

point

તૈયારીની બેઠકોમાં ઉપસ્થિત રહેવા બાબતે મુકેશ દોશીએ ધારાસભ્યને ટકોર કરતા થઇ બોલાચાલી.

point

ધારાસભ્યએ શહેર પ્રમુખ વિરુદ્ધ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની આપી ચીમકી.

Rajkot News: PM મોદી રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે, જોકે આ પહેલા જ શહેર ભાજપમાં આંતરિખ વિખવાદ સપાટી પર આવ્યો છે. શહેર ભાજપની મળેલી બેઠકમાં શહેર પ્રમુખ અને ધારાસભ્ય વચ્ચે શાબ્દિક બોલાચાલી થઈ ગઈ હતી. શિસ્ત બદ્ધ પાર્ટી ગણાતા ભાજપમાં જ આ રીતે શહેર પ્રમુખ અને ધારાસભ્ય વચ્ચે બોલાચાલી થતા રાજકારણ ગરમાયું હતું.

આ પણ વાંચો: AAP-કોંગ્રેસ વચ્ચે ત્રણ રાજ્યોમાં ગઠબંધન પર સહમતી, ગુજરાતમાં AAPને કેટલી સીટ મળશે?

બેઠકમાં શહેર પ્રમુખ અને ધારાસભ્ય વચ્ચે બોલાચાલી

રાજકોટમાં PM મોદીની મુલાકાતને લઈને તૈયારી અંગે શહેર ભાજપની બેઠક મળી હતી. મીડિયા રિપોર્ટ્સ મુજબ, બેઠકમાં શહેર પ્રમુખ મુકેશ દોશી અને ધારાસભ્ય દર્શિતા શાહ વચ્ચે તું તું મેં મેં થઈ હતી. બેઠકમાં સંગઠનના હોદ્દેદારો, કાર્યકરો તથા વોર્ડ પ્રમુખોની હાજરીમાં જ રાજકોટ પશ્ચિમથી ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહને ટકોર કરી હતી કે, તમે કોઈ કાર્યમાં કેમ હાજર નથી રહેતા. જેને લઈને ધારાસભ્ય અને શહેર પ્રમુખ આમને સામને આવી ગયા હતા અને બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. 

આ પણ વાંચો: 'સી.આર પાટીલ હાજીર હો...' મહેસાણા ચીફ કોર્ટે BJP પ્રદેશ પ્રમુખ વિરુદ્ધ સમન્સ કાઢ્યું, શું છે મામલો?

MLAએ શહેર પ્રમુખ વિરુદ્ધ ફરિયાદની આપી ચીમકી

જે બાદ ધારાસભ્યએ શહેર પ્રમુખ વિરુદ્ધ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની ચીમકી આપી હતી, તો જવાબમાં શહેર પ્રમુખે પોતે પોતાની ફરજ નિભાવતા હોવાનો દાવો કર્યો હતો. નોંધનીય છે કે, આ પહેલીવાર નથી જ્યારે રાજકોટમાં આ રીતે ભાજપમાં આંતરિક વિખવાદ સામે આવ્યો હોય. આ પહેલા પણ ભાજપના નેતાઓ એકબીજા સામે આવી ચૂક્યા છે, જેને પડધા હાઈકમાન્ડ સુધી પડ્યા હોય. ત્યારે જોવાનું રહેશે કે આ વખતે પાર્ટી દ્વારા કોઈ પગલા લેવામાં આવે છે કે કેમ?

ADVERTISEMENT

આ પણ વાંચો: પ્રમુખ સ્વામી મહારાજની સ્મૃતિ ચંદ્ર પર છપાશે, નાસાએ યાનમાં તસવીર અને સંદેશ મોકલી આપી અનોખી શ્રદ્ધાંજલિ

(ઈનપુટ: રોનક મજિઠીયા, રાજકોટ)
 

    follow whatsapp

    ADVERTISEMENT