ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે છેતરપિંડીઃ 40 કરોડનું થયું આર્થિક નુકસાન
રાજકોટઃ ખોડલધામના ચેરમેન નરેશ પટેલની કંપનીમાં મોટી ગોલમાલ થઈ ગઈ હોવાની વિગતો સામે આવી છે. નરેશ પટેલની કંપનીમાં જ શખ્સોએ કાવાદાવા કરીને 40 કરોડનું કંપનીને…
ADVERTISEMENT
રાજકોટઃ ખોડલધામના ચેરમેન નરેશ પટેલની કંપનીમાં મોટી ગોલમાલ થઈ ગઈ હોવાની વિગતો સામે આવી છે. નરેશ પટેલની કંપનીમાં જ શખ્સોએ કાવાદાવા કરીને 40 કરોડનું કંપનીને નુકસાન પહોંચાડ્યું હોવાનું સામે આવ્યું છે. આ મામલામાં પોલીસ ફરિચાદ નોંધાઈ છે.
August Vrat Tyohar Full List 2023: મહિનો છે કે મીની વેકેશન નક્કી નહી કરો
કંપનીના જ પૂર્વ કર્મચારીઓએ કર્યા આવા કાંડ
પ્રાપ્ત વિગતો અનુસાર ખોડલધામના પ્રમુખ નરેશ પટેલની મેટોડા ખાતે પટેલ બ્રાસ નામની કંપની આવેલી છે. આ કંપનીને 40 કરોડ રૂપિયાનું આર્થિક નુકસાન પહોંચાડવાને લઈને પોલીસ ફરિયાદ થઈ છે. સમગ્ર મામલો લોધિકા પોલીસના ચોપડે ફરિયાદ સ્વરૂપે નોંધાયો છે. આ મામલામાં કંપનીમાં કામ કરતા ભૂતપૂર્વ કર્મચારીઓ સહિત 5 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાઈ છે. પાંચેય શખ્સોએ કંપનીની ડિઝાન અને ડ્રોઈંગમમાંથી લોગોને દૂર કરી પોતાની અંગત માલિકી દર્શાવી તેનો અંગત તરીકે ઉપયોગ કર્યો હોવાનું ફરિયાદમાં દર્શાવાયું છે. સમગ્ર મામલે પોલીસે IPC 406, 408, 418, 465, 467, 468, 120 (B), કોપી રાઈટ એક્ટ તેમજ આઇટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધી છે. પ્રાપ્ત વિગતો અનુસાર હવે આ મામલાને લોકલ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં રાખવામાં આવ્યો છે. એલસીબીના પીઆઈ દ્વારા આ સમગ્ર મામલામાં તપાસ હાથ ધરવામાં આવશે.
(ઈનપુટઃ નિલેશ શિશાંગિયા, રાજકોટ)
ADVERTISEMENT
ADVERTISEMENT