રાજકોટ આતંકી પકડાવાનો મામલોઃ પોલીસને મળી સીક્રેટ એપ્લિકેશન, મળ્યા 14 દિવસના રિમાન્ડ

ADVERTISEMENT

gujarattak
social share
google news

નીલેશ શિશાંગિયા.રાજકોટઃ રાજકોટના સોની બજાર ખાતે ATS (એન્ટી ટેરરીઝમ સ્કવૉડ)ના દ્વારા કરવામાં આવેલી ધરપકડ બાદ પોલીસ દ્વારા તેમની વધુ તપાસ દરમિયાન કેટલીક ચોંકાવનારી વિગતો પણ સામે આવી છે. ગુજરાતમાં અલકાયદાના નેટવર્કનો એટીએસ દ્વારા પર્દાફાશ કરાયા હતા. એસઓજી ખાતે આ ત્રણે આતંકીઓને પકડીને લાવવામાં આવ્યા હતા. જ્યાં એટીએસના એસપી ઓમપ્રકાશ જાટે આ અંગેની વિગતો મીડિયાને આપી હતી. રાજકોટમાં ચાલેલી આ કાર્યવાહી પછી ઠેરઠેર સોની બજારોમાં સોનીઓ પણ એલર્ટ થઈ ગયા છે. કર્મચારીઓને પોતાના ત્યાં નોકરી પર રાખતા પહેલા તેમની પુરતી જાણકારી લેવાના સૂચનો પણ થવા લાગ્યા છે. આ આતંકીઓને ઝડપ્યા પછી તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં કોર્ટે તમામ આરોપીઓને 14 દિવસના રિમાન્ડનો આદેશ કર્યો હતો.

ATSની નજર છેલ્લા ઘણા સમયથી આ શખ્સો પર હતી

ATSને બાતમી મળી હતી કે પશ્ચિમ બંગાળના અમન મલિક સિરાજ, સુકરાલી ઇલ્યાસ અબાદુલ્લા અને સૈફ નવાઝ નામના ત્રણ વ્યક્તિઓ અલ કાયદા સાથે સંકળાયેલા છે જે પ્રતિબંધિત સંગઠન છે અને રાજકોટના સોની બજારમાં સંગઠનનો પ્રચાર કરી રહ્યા છે. આ ત્રણેયને પકડવા માટે બે ટીમો બનાવવામાં આવી હતી અને ચાર-પાંચ દિવસ સુધી તેમની તમામ ગતિવિધિઓ પર નજર રાખી રહી હતી.

અમરેલીમાં ચાલક સાથે કાર ભુવામાં ઘૂસી ગઈઃ મહામહેનતે ચાલકને બહાર કાઢ્યો- Video

પ્રેરણાદાયી વીડિયોઝ બનાવીને અલકાયદા તરફ આકર્ષતા

અમન મલિક છેલ્લા એક વર્ષથી ટેલિગ્રામ દ્વારા બાંગ્લાદેશના હેન્ડલર્સ અબુ તાલા અને ઉર્શનના સંપર્કમાં આવ્યો હતો. અમન અલ કાયદા સાથે જોડાવા માટે પ્રેરિત હતો અને તેને રેટિકલ સામગ્રી અને ઓટોમેટિક હથિયાર ચલાવવાની તાલીમ પણ આપવામાં આવતી હતી. અમન મુજંમ્બીલ નામના વ્યક્તિ સાથે સંપક્રમાં આવ્યો હતો. ટેલિગ્રામ દ્વારા અમનને જેહાદ અને હિજરત કરવા માટે પ્રેરિત કર્યા હતા અને બાદમાં વધુ લોકોને આ સંગઠનમાં જોડાવા માટે પ્રેરિત કર્યા હતા. જે બાદ અમનને બે જણ મળી આવ્યા હતા. સૈફ નવાઝ, શુક્ર અલી, આ બંનેને અલ-કાયદામાં જોડાવા માટે પ્રેરિત કર્યા હતા.

ADVERTISEMENT

ગૂગલ પરથી શિખ્યા હથિયારો ચલાવતાઃ સર્ચ હિસ્ટ્રીથી સામે આવી જાણકારી

આર.સી. પિસ્ટલ અને તેમની પાસેથી 10 ગોળીઓ મળી આવી હતી, અને મોબાઈલમાંથી ઘણી બધી આમૂલ સામગ્રી મળી આવી હતી. ગુપ્ત એપ્લિકેશન મળી આવી હતી જેનો આપણે ઉપયોગ કરતા નથી અને ઘણા વાંધાજનક વીડિયો મળી આવ્યા હતા. જે લોકોને કેવી રીતે કનેક્ટ કરવા તે અંગે પ્રેરણા અને ઉશ્કેરણી કરવા માટે વપરાય છે. તેમની ગૂગલ સર્ચ હિસ્ટ્રી દર્શાવે છે કે તેઓ શસ્ત્રોનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખતા હતા. તપાસ બાદ ATSએ ત્રણેય વિરુદ્ધ 121a, 251b, ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. છેલ્લા એક વર્ષથી આ ત્રણેય રાજકોટની માર્કેટમાં કામ કરતા હતા અને સામાન્ય લોકોની વચ્ચે રહીને કટ્ટરપંથી માનસિકતા ધરાવતા લોકો કોણ છે તે શોધીને તેમને જ ટાર્ગેટ બનાવતા હતા.

    follow whatsapp

    ADVERTISEMENT