નાના બાળકોને ચોકલેટ આપતા પહેલા ચેતજો, રાજકોટમાંથી 1250 કિલો નોન-વેજ ચોકલેટ મળી
Rajkot News: બાળકો રડે ત્યારે તેમને ચૂપ કરાવવા માટે ચોકલેટ આપતા ચેતજો. રાજકોટના રામનાથપરા વિસ્તારમાં આરોગ્ય વિભાગે ચેકીંગ કરતા નોન-વેજ માર્કાવાળી ચોકલેટ મળી આવી હતી. ખાસ છે કે આ ચોકલેટને ચીનથી મગાવવામાં આવી હતી.
ADVERTISEMENT
સમાચાર હાઇલાઇટ્સ
રાજકોટના રામનાથપરા વિસ્તારમાં દુકાનમાંથી શંકાસ્પદ ચોકલેટનો જથ્થો મળી આવ્યો.
ચોકલેટના બોક્સ પર નોન-વેજનું માર્ક હોવાથી આરોગ્ય વિભાગે જથ્થો જપ્ત કર્યો.
નોન બ્રાન્ડેડ ચોકલેટનો જથ્થો ચીનથી મગાવવામાં આવ્યો હતો.
Rajkot News: બાળકો રડે ત્યારે તેમને ચૂપ કરાવવા માટે ચોકલેટ આપતા ચેતજો. રાજકોટના રામનાથપરા વિસ્તારમાં આરોગ્ય વિભાગે ચેકીંગ કરતા નોન-વેજ માર્કાવાળી ચોકલેટ મળી આવી હતી. ખાસ છે કે આ ચોકલેટને ચીનથી મગાવવામાં આવી હતી.
દુકાનમાંથી મળી નોન વેજ ચોકલેટ
વિગતો મુજબ, રાજકોટના રામનાથપરા વિસ્તારમાં આવેલા લક્ષ્મી સ્ટોરામાં આરોગ્ય વિભાગના દરોડા પડ્યા હતા. દુકાનમાંથી 1250 કિલો શંકાસ્પદ ચોકલેટનો જથ્થો મળ્યો હતો. આ ચોકલેટને ચીનથી મગાવવામાં આવી હતી અને તેના પર ઉત્પાદકનું નામ કે મેન્યુફેક્ચરિંગ તારીખનો ઉલ્લેખ જ નહોતો. ખાસ વાત એ છે કે ચીનથી મગાવેલી આ ચોકલેટના બોક્સ પર નોન-વેજનું ટેગ પણ હતું.
મહાનગરપાલિકાએ નોટિસ ફટકારી
ત્યારે બ્રાન્ડ વગરની આવી 1250 કિલો શંકાસ્પદ ચોકલેટ મળી આવતા મહાનગર પાલિકાએ ચોકલેટ વેપારીને નોટિસ ફટકારી હતી. હાલમાં મનપાની ટીમ દ્વારા ચોકલેટનો આ શંકાસ્પદ જથ્થો જપ્ત કરીને તપાસ માટે મોકલી દેવામાં આવ્યો છે. દુકાનમાંથી FSSIના નિયમોનું ઉલ્લંઘન કરતી ઘણી પ્રોડક્ટ મળી આવી છે. હાલમાં તો આ ચોકલેટ ક્યાંથી આવી અને કોને આપવાની હતી? તેને લઈને પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT