ગુજરાતમાં ફરી હાર્ટ એટેકથી 4 લોકોના જીવનદીપ બુઝાયા, રાજકોટમાં 22 વર્ષના ડોક્ટરનું ઘરમાં જ મોત
Gujarat News: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના વધતા બનાવોએ લોકોને ચિંતિત કરી મૂક્યા છે. યુવાન ઉંમરે જ ક્યારેક ઘરમાં બેઠા બેઠા તો ક્યારેક બહાર…
ADVERTISEMENT
Gujarat News: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના વધતા બનાવોએ લોકોને ચિંતિત કરી મૂક્યા છે. યુવાન ઉંમરે જ ક્યારેક ઘરમાં બેઠા બેઠા તો ક્યારેક બહાર ચાલતા ચાલતા હાર્ટ એટેકથી મોત થવાનો સીલસીલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. રાજ્યમાં આજે પણ 4 લોકોના હાર્ટ એટેકથી મોત થયાનું સામે આવ્યું છે. જેમાં રાજકોટમાં 22 વર્ષના તબીબનું જ મોત થઈ ગયું છે.
22 વર્ષના ડોક્ટરને આવ્યો હાર્ટ એટેક
વિગતો મુજબ, રાજકોટમાં સેટેલાઈટ ચોકમાં આવેલા ધારા એવન્યૂમાં રહેતા અને ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતો તથા શાપર સરકારી હોસ્પિટલમાં ઈન્ટર્નશીપ કરતો 22 વર્ષના ડો. અવિનાશ વૈષ્ણવ નામનો યુવક આજે ઘરમાં જ ઢળી પડ્યો હતો. નાઈટ ડ્યૂટી બાદ સવારે ઘરે આવીને ડો. અવિનાશ પોતાના રૂમમાં સૂઈ ગયા. સાંજે પિતાએ જગાડવાનો પ્રયાસ કરતા તેઓ બેભાન જણાયા. આથી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પરંતુ તેમને બચાવી શકાયા નહીં.
ધો.12ના વિદ્યાર્થીનું ઊંઘમાં મોત
આવી જ રીતે મહેસાણાના બેચરાજી તાલુકાના મંડાલી ગામમાં પણ 17 વર્ષના એક સગીરનું હાર્ટ એટેકથી મોત થઈ ગયું. ધોરણ 12 માં અભ્યાસ કરતા સેંધાભાઈ રબારી નામનો સગીર રાત્રે સૂતો હતો ત્યારે જ તેને હાર્ટ એટેક આવી ગયો અને ઊંઘમાં જ મોત થઈ ગયું. સવારે સગીર જાગ્યો નહીં આથી તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી દીધો હતો.
ADVERTISEMENT
સુરતમાં પણ બે લોકોના હાર્ટ એટેકથી મોત
સુરતમાં પણ આવી રીતે બે લોકોના હાર્ટ એટેકથી મોત થઈ ગયા. જેમાં પ્રથમ બનાવમાં વરાછાના ખોડિયાનગરમાં રહેતા 55 વર્ષના પ્રવિણ કુકડિયા ફર્નિચરની દુકાનમાં બેઠા હતા. ત્યારે જ તેમને છાતીમાં દુઃખાવો ઉપડ્યો. જેથી પુત્ર તેમને હોસ્પિટલ લઈને પહોંચ્યો પરંતુ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. તો સુરતમાં જ પાલનપુર જકાતનાકા ખાતે આવેલા શ્રીજીનગરમાં 45 વર્ષના રામઆશિષ નિશાદને વરાછા ક્રબસ્તાન ક્રોસ કરતા સમયે છાતીમાં દુઃખાવો શરૂ થયો અને બેભાન થઈ ગયા. જેથી તેમને 108માં સિવિલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
ADVERTISEMENT