અમદાવાદમાં વર્લ્ડકપ મેચ જોવા 2 કેન્દ્રો પરથી મળશે ઓફલાઈન ટિકિટ, મેટ્રો રાત્રે 1 વાગ્યા સુધી દોડશે

ADVERTISEMENT

gujarattak
social share
google news

Ahmedabad World Cup 2023: અમદાવાદમાં આવતીકાલે 5 ઓક્ટોબરથી વન-ડે વર્લ્ડકપની શરૂઆત થઈ રહી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડકપની ઓપનિંગ અને ફાઈનલ મેચ સહિત કુલ 5 મેચો રમાવાની છે. જેના પગલે સ્ટેડિયમની આસપાસના વિસ્તારમાં સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. મેચ જોવા જનારા દર્શકો માટે ફિઝિકલ ટિકિટ ફરજિયાત કરવામાં આવી છે. એવામાં અમદાવાદ અને ગાંધીનગરમાં બે સ્થળો પર દર્શકોને ફિઝિકલ ટિકિટ લેવા માટેની વ્યવસ્થા કરાઈ છે.

ક્યાંથી મળશે ફિઝિકલ ટિકિટ?

ઓનલાઈન ટિકિટ બુક કરાવનારા ક્રિકેટ રસીકો ગાંધીનગર હાઈવે પર 4D સ્ક્વેર મોલમાં જલસા બેન્ક્વેટ ખાતેથી અને નવરંગપુરામાં સરદાર પટેલ સ્ટેડિયમ એમ બંને સ્થળો પરથી ફિઝિકલ ટિકિટ મેળવી શકશે. ફિઝિકલ ટિકિટ 5 ઓક્ટોબર સુધી સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધી મળશે. આ માટે વ્યક્તિએ બુકિંગ ID આપવાનો રહેશે અને પછી વેરિફિકેશન બાદ ટિકિટની પ્રિન્ટ તેને અપાશે.

મેચના દિવસે મેટ્રોનો સમય વધારાશે

તો બીજી તરફ ક્રિકેટ ફેન્સ માટે મેટ્રોની સુવિધા મળી રહે તેના માટે સમયમાં ફેરફાર કરાયો છે. જે મુજબ મેચના દિવસોમાં મેટ્રો સવારે 6.20થી રાત્રે 1 વાગ્યા સુધી દોડશે. આ માટે રૂ.50ની ટિકિટ લેવાની રહેશે. ખાસ છે કે, અમદાવાદમાં 5, 14, ઓક્ટોબર તથા 4, 10 અને 19 નવેમ્બરના રોજ વર્લ્ડકપની મેચ રમાવાની છે.

ADVERTISEMENT

સ્ટેડિયમમાં મોબાઈલ-પાકિટ જ લઈ જઈ શકાશે

મેચના દિવસ દરમિયાન સવારે 11થી રાતના 12 વાગ્યા સુધી જનપથ ટીથી સ્ટેડિયમના મુખ્ય ગેટથી કૃપા રેસીડેન્સી મોટેરા સુધીના તમામ રોડ બંધ રહેશે. વાહન ચાલકો તપોવન સર્કલથી ઓએનજીસી ચાર રસ્તાથી પાવર હાઉસ ચાર રસ્તા થઈને પ્રબોધ રાવળ સર્કલ સુધી જઈ શકશે. તો દર્શકોને સ્ટેડિયમની અંદર પાકિટ અને મોબાઈલ સિવાય સાથે અન્ય કોઈ વસ્તુ લઈ જવા દેવામાં આવશે નહીં.

    follow whatsapp

    ADVERTISEMENT