STના ડ્રાઈવરને ચાલુ બસે હાર્ટ એટેક આવ્યો, ટ્રાફિક પોલીસે રોડ પર CPR આપીને જીવ બચાવ્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: રાજ્યમાં હાર્ટ એટેકના વધતા બનાવોએ ચિંતા વધારી છે. આ વચ્ચે વિસનગરથી કેશોદ જતી એસ.ટી બસના ડ્રાઈવરને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડ્યા બાદ બસ ઊભી રાખીને સીટ પર જ ઢળી પડ્યો હતો. મુસાફરોએ બુમાબુમ કરતા નજીકમાં ઊભેલા ટ્રાફિક જવાન દોડીને આવ્યા હતા અને ડ્રાઈવરને CRP આપીને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલ લઈ જતા તેમનો જીવ બચી ગયો હતો.

વિગતો મુજબ, વિસનગરથી કેશોદ જતી એસ.ટી બસના ડ્રાઈવરને ચાંદખેડા તપોવનથી વિસત જવાના રસ્તે અચાનક છાતીમાં દુઃખાવો થયો. આથી ડ્રાઈવર સુરેશ ચૌધરીએ બસને સાઈડમાં ઊભી રાખી અને તેઓ સીટ પર જ ઢળી પડ્યા હતા. બસમાં સવાર 50 પેસેન્જરોએ બુમાબુમ કરતા ટ્રાફિક પોલીસના હેડ કોન્સ્ટેબલ કિરણભાઈ, કોન્સ્ટેબલ નિકુલભાઈ અને કોન્સ્ટેબલ બ્રિજેશભાઈ ત્યાં દોડી આવ્યા હતા.

ADVERTISEMENT

ત્રણેયે તાત્કાલિક એસ.ટી બસમાંથી ડ્રાઈવર સુરેશભાઈને નીચે ઉતાર્યા અને CRP આપીને 108ને ફોન કર્યો હતો. જોકે એમ્બ્યુલન્સને આવતા વાર લાગે એમ હોવાથી તેઓ પોલીસની ગાડીમાં જ ડ્રાઈવરને SMS હોસ્પિટલમાં લઈને પહોંચ્યા હતા. જ્યાં ડ્રાઈવરને હોસ્પિટલમાં દાખલ કરાવીને સારવાર આપવામાં આવી હતી. સમયસર સારવાર મળી જતા ડ્રાઈવરનો જીવ બચી ગયો હતો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ પોલીસ જવાનોનો CPR આપતો વીડિયો પોસ્ટ કરીને તેમની પ્રશંસા કરી હતી.

    follow whatsapp

    ADVERTISEMENT