ટિકટોક સ્ટાર કીર્તિ પટેલે અમદાવાદમાં ઘરમાં ઘુસી મહિલાને માર માર્યો, પોલીસમાં નોંધાઈ ફરિયાદ
Ahmedabad News: ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે. આ વખતે કીર્તિ પટેલ સામે ઘરમાં ઘુસીને એક મહિલા સાથે મારામારી કરી અને ઘરમાંથી…
ADVERTISEMENT
Ahmedabad News: ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે. આ વખતે કીર્તિ પટેલ સામે ઘરમાં ઘુસીને એક મહિલા સાથે મારામારી કરી અને ઘરમાંથી નીકળી જવાની ધમકી આપી હતી. આ મામલે મહિલાએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ તથા તેના મિત્રો સામે ફરિયાદ નોંધાવતા પોલીસ ગુનો નોંધ્યો છે.
વસ્ત્રાપુરમાં મહિલના ઘરે જઈને માર માર્યો
વિગતો મુજબ, શહેરના વસ્ત્રાપુરમાં આવેલા માનસી સર્કલ નજીક ગોયલ પાર્કમાં રહેતી મહિલાના 2014માં યુવક સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ મનમેળ ન રહેતા બંનેએ 2019માં છૂટાછેડા લઈ લીધા હતા. જોકે પતિ એકલો રહેતો હોવાથી મહિલા તેની સાથે રહેતી હતી. ગત 10મી ઓક્ટોબરે સવારે ઘરમાં પતિને મળવા માટે કીર્તિ પટેલ અને ગુડ્ડી પટેલ નામની યુવતીઓ ઘરે આવી હતી. દરમિયાન તેમણે મહિલાને ઘરમાંથી બહાર નીકળી જવા કહીને માર માર્યો હતો.
મહિલાને વાળ પકડીને ઘરમાંથી કાઢી
બંનેની સાથે મુકેશ ચૌધરી અને વિરમ ભરવાડે પણ મહિલાને વાળ પકડીને ઘરમાંથી બહાર કાઢીને માર માર્યો હતો. મારામારી બાદ દુઃખાવો થતા મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ મામલે મહિલાએ કીર્તિ પટેલ તથા તેના સાથીઓ સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT