માલદીવ્સ જતી ફ્લાઈટમાં દારૂ પીધેલા બે પેસેન્જર ઝઘડ્યા, પાઈલોટ અમદાવાદ ઉતારીને જતો રહ્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ફ્લાઈટમાં પેસેન્જરોની ગેરવર્તણૂકના અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. ક્યારેક દારૂના નશામાં હોબાળો કરવો તો ક્યારેક પેશાબ અને થૂંકવાના મામલા બની ચૂક્યા છે. આ વચ્ચે હંગેરીની વિઝ એરલાઈન્સમાં જમીનથી સેંકડો ફૂટ ઊંચે બે પેસેન્જરો વચ્ચે કોઈ બાબતે ઝઘડો થતા અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડીંગ કરવું પડ્યું હતું.

વિઝ એરલાઈન્સની આ ફ્લાઈટ અબુધાબીથી માલદીવ્સથી જઈ રહી હતી. દરમિયાન ફ્લાઈટમાં બે પેસેન્જરો ઝઘડી પડ્યા હતા. એવામાં ફ્લાઈટના ક્રૂ મેમ્બરે તેમને શાંત કરવાનો પ્રયાસ કરતા તેઓ ક્રૂ સાથે ઝઘડી પડ્યા. એવામાં આ પાઈલોટે ફ્લાઈટને ડાઈવર્ટ કરી દીધી અને અમદાવાદમાં પરવાનગી બાદ લેન્ડીંગ કરવામાં આવ્યું હતું. બંને હોબાળો કરનારા પેસેન્જરોને અમદાવાદમાં જ ઉતારી દેવામાં આવ્યા અને ત્યારબાદ ફ્લાઈટ માલદીવ્સ માટે રવાના થઈ હતી.

વિગતો મુજબ, બંને પેસેન્જરોને અબુધાબીમાં પાછા મોકલી દેવામાં આવ્યા હતા. આ બંને પેસેન્જરોનું નામ અલી અહેમદ અલ હબીબી અને મહા અલી હેમદ આમિર અલ હબીબી હતું. બંને વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થતા બાદમાં ઝઘડો ગંભીર બન્યો હતો. બંનેને સમજાવવા જતા દારૂ પીને છાકટા બનેલા પેસેન્જરોએ ક્રૂની પણ વાત ન સાંભળી. એવામાં સ્થિતિની ગંભીરતાને જોતા પાઈલોટે બંનેને ઉતારી દેવનો નિર્ણય કર્યો.

ADVERTISEMENT

એવામાં અમદાવાદ એરપાર્ટ નજીક હોવાથી પાઈલોટે લેન્ડિંગની મંજૂરી માગી અને સાંજે 6.30 વાગ્યે ફ્લાઈટ એલપોર્ટ પર લેન્ડ કરવામાં આવી હતી. અહીં સુરક્ષાકર્મીઓએ સ્થિતિ સંભાળી અને બંને પેસેન્જરોને અમદાવાદ એરપોર્ટ પર જ રહેવા સૂચના અપાઈ હતી અને ફ્લાઈટને તેમને લીધા વિના જ ટેકઓફ કર્યું હતું.

    follow whatsapp

    ADVERTISEMENT