200 કરોડમાં છૂટાછેડા લેનારા કેડિલાના CMD સામે વિદેશી યુવતીએ કરી જાતીય સતામણીની ફરિયાદ

ADVERTISEMENT

gujarattak
social share
google news

Ahmedabad News: કેડિલા ફાર્માસ્યૂટિકલ્સના CMD રાજીવ મોદી ફરી એકવાર વિવાદમાં સપડાયા છે. રૂપિયા 200 કરોડ આપીને પત્ની પાસેથી છૂટાછેડા લેનારા રાજીવ મોદી પર તેમની પર્સનલ આસિસ્ટન્ટે જાતીય સતામણીના ગંભીર આક્ષેપ કર્યા છે. બલ્ગેરિયાની યુવતીએ મેટ્રોપોલિટન મેજીસ્ટ્રેટ કરેલી અરજીને ફગાવી દેતા ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે અને તેની સાથે રાજીવ મોદીએ કરેલા અભદ્ર વ્યવહારની વિગતોનું વર્ણન આપ્યું છે તથા અન્ય 5 યુવતીઓ પણ જાતીય સતામણીનો ભોગ બની હોવાનું જણાવ્યું છે.

બલ્ગેરિયાની યુવતીના રાજીવ મોદી પર આરોપ

મીડિયા રિપોર્ટ્સ મુજબ, મૂળ બલ્ગેરિયાની યુવતી 2022માં કેડિલા ફાર્મા કંપનીમાં મેનેજર જ્હોનસન મેથ્યૂઝે નોકરીએ રાખી હતી. યુવતીને ફ્લાઈટ અટેન્ડન્ટ તરીકે રાખ્યા બાદ તેને પર્સનલ આસિસ્ટન્ટ બનાવી દેવામાં આવી. જેમાં તેણે રાજીવ મોદી સાથે પ્રવાસ કરવાનો થતો. ફેબ્રુઆરી 2023માં યુવતીને CMD સાથે ઉદયપુર જવા કહેવાયું. યુવતી મુજબ અહીંથી પાછા આવતા CMDએ ટિપ્પણી કરી કે, એકદમ શરમાળ છે અને તેને મુક્ત કરવી પડશે. તો જમ્મુની ફ્લાઈટમાં પ્રાઈવેટ પ્લેનમાં રાજીવ મોદી અન્ય ફ્લાઈટ અટેન્ડન્ટ સાથે રૂમમાં એકાંતમાં હોવાનું યુવતીએ જણાવ્યું.

હગ કરતા વખતે છાતી પર હાથ ફેરવતા

આ ઘટના બાદ અભદ્ર ચેનચાળાની ઘટના શરૂ થઈ અને તમિલનાડુમાં ટી એસ્ટેટની મુલાકાત વખતે નિર્વસ્ત્ર હાલતમાં બેઠેલા CMDએ યુવતીને બોલાવી. ઉપરાંત અનેક વખતે અશ્લિલ શારીરિક છેડછાડ કરાઈ હોવાનો આરોપ મૂક્યો છે. યુવતીનો આરોપ છે કે, CMDની આ જાતીય સતામણીનો અન્ય મહિલા કર્મચારીઓ પણ ભોગ બની છે. રાજીવ મોદી યુવતીને હગ કરતા અને હાથ છાતીના ભાગે ફેરવતા હતા.

ADVERTISEMENT

પોલીસમાં કરેલી અરજી પાછી ખેંચાવી

યુવતીએ આરોપ મૂક્યો છે કે, મેનેજર મેથ્યૂએ અમદાવાદ મહિલા પોલીસ સ્ટેશનમાં CMD રાજીવ મોદી વિરુદ્ધ કરેલી ફરિયાદને પાછી ખેંચવાના કાગળ પર સહીઓ કરાવી લીધી અને મહિલા પોલીસ અધિકારીઓ પણ આ ઘટના જાણે છે. આ માટે કોર્ટ સમક્ષ પોલીસ સ્ટેશનના સીસીટીવી ચકાસવા પણ કહેવાયું છે. યુવતીનો આરોપ છે કે તેણે રાષ્ટ્રીય મહિલા આયોગ, શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં રાજીવ મોદી સામે FIR કરવાના પ્રયત્નો કર્યા હતા. આખરે કેટલાક પુરાવા સાથે હાઈકોર્ટમાં પીટિશન કરી છે. યુવતીની અરજી પર 4 ડિસેમ્બરના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે.

નોંધનીય છે કે, કેડિલાના CMD રાજીવ મોદી આ પહેલા 2018માં ચર્ચામાં આવ્યા હતા. રાજીવ મોદીએ પત્ની મોનિકા ગરવારેને છૂટાછેડા આપ્યા હતા. આ માટે રાજીવ મોદીએ પત્નીને સેટલમેન્ટ તરીકે 200 કરોડ રૂપિયા આપ્યા હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT