પાસપોર્ટની અરજી કરતી વખતે આટલું ખાસ ધ્યાન રાખજો, એક નાની ભૂલથી પ્રોસેસમાં મહિના નીકળી જશે

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાતમાં યુવાઓમાં વધેલા વિદેશ જવાના ક્રેઝ વચ્ચે પાસપોર્ટ કઢાવવા અને રિન્યૂ કરાવવા માટે પાસપોર્ટ ઓફિસમાં લાંબું વેઈટિંગ જોવા મળે છે. રોજે રોજ હાજારોની સંખ્યામાં પાસપોર્ટની અરજી આવતી હોવાથી હાલ એપોઈન્ટ મેળવવામાં પણ રાહ જોવી પડે છે. જોકે પાસપોર્ટ રિન્યૂઅલ કે તેમાં સુધારા માટેની અરજી કરતા લોકો ફોર્મમાં કેટલીક ભૂલ કરતા હોવાથી કે અન્ય કોઈ કારણોસર તેમની અરજી પર 1 મહિનો લાંબો વેઈટિંગ પીરિયડ લાગી જાય છે.

હકીકતમાં રિજનલ પાસપોર્ટ અરજી પર રોજની હજારોની સંખ્યામાં આવે છે, તો ઓફિસ સ્ટાફ પણ ઓછો હોવાના કારણે બેકલોગ વધી રહ્યો છે. એવામાં કેટલીક અરજીઓમાં ખામીઓના કારણે તેને કોમ્પ્લેક્સ કેસ તરીકે મૂકવામાં આવે છે અને બાદમાં એપોઈન્ટ મેળવવામાં પણ વધુ સમય લાગી રહ્યો છે. એવામાં પાસપોર્ટમાં ફેરફાર કરાવવા કે રિન્યૂ કરાવવા ઈચ્છતા લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

નવા પાસપોર્ટની અરજી કે રિન્યૂ પ્રક્રિયામાં નામ કે અટક અથવા પેરેન્ટ્સના નામમાં સુધારો કરવાનો હોય કે પછી જન્મતારીખ કે જન્મસ્થળમાં સુધારો કરવાનો હોય આવી સ્થિતિમાં અરજીને કોમ્પ્લેક્ષ કેસ તરીકે લેવામાં આવે છે. આ સાથે જ જૂના પાસપોર્ટની વિગતો પૂરી ન પાડી હોય, અરજી કર્તાના એડ્રેસ પર પાસપોર્ટની ડિલિવરી ન થાય અથવા નવા પાસપોર્ટની અરજીમાં જૂના પાસપોર્ટની વિગતો ન હોય તેવી અરજીને પણ આ શ્રેણીમાં મૂકાય છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT