Ahmedabad News: રમકડાના મોબાઈલની LED ગળી ગયું બાળક, બે સર્જરી બાદ બહાર નીકળ્યો બલ્બ
Ahmedabad News: બાળકોના ઉછેરમાં માતા-પિતાએ ખૂબ ધ્યાન રાખવું પડતું હોય છે. બાળકની એક નાની ભૂલ ક્યારે જીવલેણ સાબિત થાય કંઈ કહી ન શકાય. આ વચ્ચે વાલીઓ…
ADVERTISEMENT
Ahmedabad News: બાળકોના ઉછેરમાં માતા-પિતાએ ખૂબ ધ્યાન રાખવું પડતું હોય છે. બાળકની એક નાની ભૂલ ક્યારે જીવલેણ સાબિત થાય કંઈ કહી ન શકાય. આ વચ્ચે વાલીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદ સિવિલમાં એક કેસ આવ્યો હતો, જેમાં 9 મહિનાના બાળકને માતા-પિતાએ રમવા માટે રમકડાનો ફોન આપ્યો હતો. જોકે આ ફોનનો LED બલ્બ બાળક ગળી જતા તેને શ્વાસ લેવામાં પણ તકલીફ થતી. જોકે સિવિલના તબીબોએ બાળકને પીડા મુક્ત કર્યો હતો.
મધ્ય પ્રદેશના બાળકના ફેફસામાં LED બલ્બ ફસાયો
વિગતો મુજબ, મધ્ય પ્રદેશના રતલામમાં 9 મહિનાના બાળકને રમવા માટે રમકડાનો મોબાઈલ અપાયો હતો. રમતા રમતા ફોનનો LED બલ્બ બાળક ગળી ગયું. જેના કારણે તેને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. આથી પરિવાર સ્થાનિક ડોક્ટર પાસે બાળકને લઈને પહોંચ્યો હતો. અચાનક શ્વાસ વધતા X-Ray કરાવ્યો જેમાં બાળકના જમણા ફેફસામાં કોઈ વસ્તુ ફસાઈ હોવાનું જોવા મળ્યું. જે સર્જરી સિવાય નીકળી શકે એમ નહોતું. એવામાં તબીબોએ બાળરોગ સર્જરી નિષ્ણાંત પાસે બાળકને લઈ જવા કહ્યું.
પરિવાર અમદાવાદ સિવિલમાં પહોંચ્યો
બાળકના પિતા હસરત અલીના એક મિત્ર અમદાવાદમાં રહે છે. તેમને આ અંગે જાણ થતા અમદાવાદ સિવિલમાં સારવાર માટે આવવા કહ્યું. આથી મધ્ય પ્રદેશથી બાળકને લઈને માતા-પિતા અમદાવાદ સિવિલમાં આવ્યા હતા. અહીં એક્સ-રેમાં બાળકના ફેફસામાં પીન જેવી વસ્તુ દેખાઈ. આથી બાળકના બ્રોન્કોસ્કોપી કરવામાં આવી જેમાં દૂરબીન વડે શ્વાસનળીની અંદર વસ્તુ દેખાઈ પરંતુ પકડી શકાય એમ નહોતી. વધારે સોજો અને લોહી નીકળતા પહેલો પ્રયાસ અસફળ રહ્યો.
ADVERTISEMENT
તબીબે વાલીઓને ખાસ ચેતવ્યા
આ બાદ ચાર દિવસ પછી બીજો પ્રયાસ કરાયો અને તેમાં સફળતા મળી. બાળકની શ્વાસનળીમાંથી LED બલ્બ નીકળ્યો હતો. જે રમકડાના મોબાઈલમાં એન્ટીના પર લગાવવામાં આવે છે. ત્યારે બાળકે રમતા રમતા આ લાઈટ તોડી અને પછી મોઢામાં નાખી દીધી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ અંગે સિવિલમાં બાળરોગ સર્જરી વિભાગના ડો.રાકેશ જોશીએ સર્જરી બાદ જણાવ્યું હતું કે બાળકોથી ટાંકણી, સોય, સિક્કા જેવી વસ્તુઓને દૂર રાખવી જોઈએ.
ADVERTISEMENT