અમદાવાદમાં કિંડનેપિંગ વિથ લૂટઃ સામાન્ય અકસ્માતમાં 6 શખ્સોએ રિક્ષાચાલકનું કર્યું અપહરણ, જાગૃત નાગરિકના કારણે બચ્યો જીવ
Ahmedabad News: અમદાવાદમાં અકસ્માતના બહાને લૂંટની ઘટનાઓમાં સતત વધારો થયો છે. તાજેતરમાં અમદાવાદના એક શિક્ષકને રસ્તામાં ઊભા રાખી એક્ટિવામાંથી લાખો રૂપિયા ઉઠાવીને ગઠિયાઓ ફરાર થઈ…
ADVERTISEMENT
Ahmedabad News: અમદાવાદમાં અકસ્માતના બહાને લૂંટની ઘટનાઓમાં સતત વધારો થયો છે. તાજેતરમાં અમદાવાદના એક શિક્ષકને રસ્તામાં ઊભા રાખી એક્ટિવામાંથી લાખો રૂપિયા ઉઠાવીને ગઠિયાઓ ફરાર થઈ ગયા હતા. ત્યારે હવે ફરી એકવાર ‘કિંડનેપિંગ વિથ લૂંટ’નો બનાવ સામે આવ્યો છે. જેમાં સામાન્ય અકસ્માતમાં 6 નબીરાઓએ રિક્ષાચાલકનું અપહરણ કરીને ગેરકાયેસર રીતે 16,500 રૂપિયા લૂંટી લેતા ચકચાર મચી ગઈ છે. એક જાગૃત નાગરિકની સતર્કતાના કારણે ‘કિડનેપિંગ વિથ લૂંટ’ની ઘટનાનો પર્દાફાશ થયો છે. પોલીસે રિક્ષા ચાલકને હેમખેમ છોડાવીને પાંચ આરોપીને ઝડપી લીધા છે. જ્યારે નાસી છૂટેલા એક આરોપીને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.
6 શખ્સોએ કર્યું રિક્ષાચાલકનું અપહરણ
મળતી માહિતી અનુસાર, ગીતા મંદિર પાસે રહેતા સુનીલ રમણભાઈ વસાવાએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં લૂંટ તેમજ અપહરણની ફરિયાદ નોંધાવી છે. સુનીલ રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઈકાલે વિસત સર્કલ પાસે સુનીલની રિક્ષાનો કાર સાથે સામાન્ય અકસ્માત થયો હતો. જેમાં વાંક કાર ચાલકો હોવા છતાં કારમાંથી 6 શખ્સો ઉતર્યા હતા અને સુનીલ પાસે રૂપિયાની માંગ કરી હતી. જે બાદ તેઓએ બળજબરીપૂર્વક તેને કારમાં બેસાડી દીધો હતો. કારચાલકો સુનિલનું અપહરણ કરીને લઈ ગયા હતા.
જાગૃત નાગરિકે કર્યો પોલીસને ફોન
આ દરમિયાન એક જાગૃત નાગરિકે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને સમગ્ર વિગતો જણાવતા પોલીસની ટીમ દોડતી થઈ હતી. કાર ચાલકો સુનીલને કોબા સર્કલ પાસે અવાવરું જગ્યાએ લઈ ગયા હતા. જ્યાં તેને ઢોર માર મારી 11500 રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા હતા. જે બાદ પાંચ હજાર રૂપિયા માંગ્યા હતા. જેથી સુનીલે પોતાના સાળાને ફોન કરીને પૈસા મંગાવ્યા હતા.
ADVERTISEMENT
પોલીસે નાકાબંધી કરીને ઝડપી લીધા
કોબા સર્કલ પાસેથી આ તમામ સુનીલને ગાંધીનગર તરફ લઈ જઈ રહ્યા હતા, ત્યારે પોલીસે નાકાબંધી કરીને રોકી લીધા હતા. આ દરમિયાન એક આરોપી નાસી ગયો હતો અને પાંચ ઝડપાઈ ગયા હતા. જે બાદ સુનીલે પોલીસે કહ્યું હતું કે, તમામ નશાની હાલતમાં હતા, તેમને બોલાવનું પણ ભાન નહોતું. તેમનો ઈરાદો મારી હત્યા કરાવાનો હતો.
ADVERTISEMENT