અમદાવાદ DRIને મળી મોટી સફળતાઃ એરપોર્ટ પરથી 25 કરોડનું ડ્ર્ગ્સ ઝબ્બે, ગાંધીનગરમાં બનાવીને મોકલાઈ રહ્યું હતું થાઈલેન્ડ

ADVERTISEMENT

gujarattak
social share
google news
Ahmedabad News: અમદાવાદ DRIની ટીમે સિન્થેટિક ડ્રગ્સ ઉત્પાદન અને દાણચોરીના રેકેટનો પર્દાફાશ કર્યો છે. હકીકતમાં DRIની ટીમે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટના એર કાર્ગો કોમ્પ્લેક્ષમાંથી 50 કિલો કેરામાઈન ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે. આ જપ્ત કરાયેલા પદાર્થની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત આશરે રૂ.25 કરોડ આંકવામાં આવી રહી છે. DRIની તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે હાઈડ્રોક્સીલામાઈન હાઈડ્રોક્લોરાઈડ કમિકલના નામે 50 કિલો કેરામાઈનને બેંગકોક મોકલવામાં આવી રહ્યું હતું. સાથે જ ગાંધીનગરની સીમમાં આ પ્રતિબંધિત પદાર્થનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું હતું. હાલ ટીમે આ ગુનામાં સંડોવાયેલા 3 આરોપીઓની ધરપકડ કરી છે.

DRIની ટીમને મળી હતી ચોક્કસ બાતમી

પ્રાપ્ત વિગતો અનુસાર, DRI અમદાવાદના અધિકારીઓને યોગ્ય બાતમી મળી હતી કે અમદાવાદ એરપોર્ટ ખાતેથી કેમિકલની આડમાં પ્રતિબંધિત પદાર્થ વિદેશમાં મોકલવામાં આવી રહ્યો છે. જે બાદ અધિકારીઓ તાત્કાલિક અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા. જ્યાં એર કાર્ગો કોમ્પ્લેક્ષ ખાતેથી એક કન્સાઈન્મેન્ટને અટકાવવામાં આવ્યું હતું. જે બાદ DRIના અધિકારીઓએ FSLની ટીમને સાથે રાખીને આ કન્સાઈન્મેન્ટની તપાસ કરતા તેમાંથી કમિકલ મળી આવ્યું હતું.  જેની તપાસ કરતા આ કમિકલ હાઈડ્રોક્લોરાઈડ નહીં કેરામાઈન ડ્રગ્સ હોવાનું સામે આવ્યું હતું.

દહેગામ તાલુકામાંથી ઝડપાઇ ડ્રગ્સની ફેક્ટરી

DRIની ટીમે 50 કિલો કેરામાઈનનો જથ્થો જપ્ત કરી એકની અટકાયત કરી હતી. પ્રાથમિક તપાસમાં આ જથ્થો ગાંધીનગરના દહેગામના ઝલુન્દ્રામાં આવેલી મેઘાશ્રી એગ્રીફાર્મા કેમિકલમાંથી તૈયાર થયો હોવાનું જાણવા મળ્યું હતું.

ફેક્ટરીમાંથી મળ્યો 46 કિલો જથ્થો

જે પછી  DRIની ટીમ સ્થાનિક પોલીસને સાથે રાખીને ફેક્ટરી ખાતે પહોંચી હતી. જ્યાંથી 46 કિલો જેટલો સફેદ કેમિકલનો શંકાસ્પદ જથ્થો પણ મળી આવ્યો હતો. હાલ આ કેસમાં ત્રણ લોકોની અટકાયત કરી વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. તો મામલે હજુ પણ તપાસ કરવામાં આવી રહી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT