ગુજરાતના વધુ બે IAS અધિકારી દિલ્હી જશે, વિજય નેહરા-મનીષ ભારદ્વાજને અપાયું ડેપ્યુટેશન

ADVERTISEMENT

gujarattak
social share
google news

Ahmedabad News: કેન્દ્ર સરકારની કેબિનેટ કમિટી દ્વારા 11 જેટલા IASને દિલ્હીમાં ડેપ્યુટેશન આપવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના બે IAS અધિકારીઓના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ બે નામોમાં IAS વિજય નહેરા અને મનીષ ભારદ્વાજનો સમાવેશ થાય છે. IAS વિજય નેહરાને નેશનલ ડિફેન્સ કોલેજમાં ડેપ્યુટેશન અપાયું છે. જ્યારે મનીષ ભારદ્વાજને યુનિટ આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ડેપ્યુટી ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે.

વિજય નેહરા 2001ની બેચના IAS અધિકારી

વિજય નેહરા 2001ની બેચના IAS અધિકારી છે અને હાલમાં તેઓ સાયન્સ એન્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટમાં સચિવ તરીકે જવાબદારી સંભાળી રહ્યા હતા. તેમની પાસે ગુજરાત ઈન્ફોમિટિક્સ લિમિટેડની જવાબદારી હતી. હવે તેમને મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ હેઠળ નેશનલ ડિફેન્સ કોલેજમાં સીનિયર ડાયરેક્ટિંગ સ્ટાફ તરીકે 5 વર્ષની નિમણૂંક આપવાામં આવી છે. વિજય નેહરા મૂળ રાજસ્થાનના સીકરના વતની છે અને તેમણે કેમેસ્ટ્રીમાં MSC અને IIT મુંબઈથી અભ્યાસ કરેલો છે.

જ્યારે IAS મનીષ ભારદ્વાજ 1997ની બેચના અધિકારી છે. તેમને પણ IAS રુપન્દરસિંહની જગ્યાએ 5 વર્ષ માટે મિનિસ્ટ્રી ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેકનોલોજી હેઠળ આવતા UIDAIમાં ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ તરીકે નિમણૂંક કરવામાં આવી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT