અમદાવાદના એલિસબ્રિજ પર હિટ એન્ડ રન: કારની ટક્કરે બાઈક ચાલકનું કરુણ મોત
અમદાવાદ: અમદાવાદ શહેરમાં ઈસ્કોન બ્રિજ પર અકસ્માતમાં 9 લોકોના મોત બાદ વધુ એક અકસ્માતની ઘટના બની છે, જેમાં કારની ટક્કરે બાઈક ચાલકનું મોત નિપજ્યું છે.…
ADVERTISEMENT
અમદાવાદ: અમદાવાદ શહેરમાં ઈસ્કોન બ્રિજ પર અકસ્માતમાં 9 લોકોના મોત બાદ વધુ એક અકસ્માતની ઘટના બની છે, જેમાં કારની ટક્કરે બાઈક ચાલકનું મોત નિપજ્યું છે. ઘટનાને પગલે લોકો સ્થળ પર એકઠા થઈ ગયા હતા. તો કાર ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો હતો. ઘટનાને લઈને પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને ફરાર કાર ચાલકને શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા.
વિગતો મુજબ, મોડી રાત્રે અમદાવાદના એલિસબ્રિજ પરથી જમાલપુર વિસ્તારનો સાહિલ અજમેરી નામનો યુવક બાઈક લઈને જઈ રહ્યો હતો. દરમિયાન એક બેફામ કામ ચાલકે તેના બાઈકને અડફેટે લીધું હતું. જેમાં સાહિલ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ જતા આખરે તેનું મોત થયું હતું. જોકે અકસ્માત બાદ કાર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ત્યારે પોલીસે અકસ્માત સર્જનારા ચાલકને પકડવાની કવાયત હાથ ધરી છે.
નોંધનીય છે કે, અમદાવાદ શહેરમાં મોડી રાત્રે અકસ્માતના બનાવોના કિસ્સા સતત વધી રહ્યા છે. તાજેતરમાં જ ઈસ્કોન બ્રિજ પર બેફામ કામ હંકારીને તથ્ય પટેલે 9 લોકોના જીવ લઈ લીધા. તો મણિનગરમાં પણ દારૂના નશામાં કાર હંકારનારા યુવકે અકસ્માત સર્જ્યો હતો. માણેકબાગ વિસ્તારમાં પણ દારૂના નશામાં BMW ચાલકે કાર ફૂટપાથ પર ચડાવી દીધી હતી. ત્યારે શહેરમાં ફરી એકવાર આ પ્રકારના અકસ્માતની ઘટના સામે આવી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT