ગુજરાત યુનિવર્સિટીમાં ગાંજાના છોડનો NSUIએ કર્યો પર્દાફાશ, FSL પણ દોડતુ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં જ ગાંજાના છોડ મળી આવ્યા છે. જેને લઈને ભારે ઉહાપોહ મચી ગયો છે. એનએસયુઆઈ દ્વારા ગુજરાત યુનિવર્સિટીમાં જ ગાંજાના છોડ હોવાનો પર્દાફાશ કરવામાં આવતા ભારે ઉહાપોહ મચ્યો છે. હવે આ મામલામાં ફોરેન્સીક તપાસ કરવા માટે એફએસએલનો છોડનો રિપોર્ટ લેવાની દોડધામ શરૂ થઈ છે. આ રિપોર્ટ પછી જ ખ્યાલ આવશે કે આ ખરેખર ગાંજાના જ છોડ છે કે પછી બીજો કોઈ છોડ છે.

AAP ની ગઠબંધનની જાહેરાત, ગુજરાત કોંગ્રેસ નેતાઓએ હાથ અદ્ધર કર્યા, કહ્યું અમને ખબર નથી

ગુજરાત યુનિવર્સિટીમાં ક્યાં છે આ શંકાસ્પદ ગાંજાના છોડ?

ગુજરાત યુનિવર્સિટીના ડી બ્લોક પાછળ ખુલ્લી જગ્યામાં લગભગ છ એક ફૂટના છોડવા ઉગી ચુક્યા છે જે છોડવા અંગે આજે એનએસયુઆઈ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ ગાંજાના છોડનું વાવેતર કરાયું છે. જેને લઈને ભારે ચકચાર એ મચી છે કે શૈક્ષણિક સંસ્થામાં જ ગાંજાના છોડવા કેવી રીતે આવ્યા? અહીં યુવાનો ભણવા અને હોસ્ટેલમાં રહેતા હોઈ નશાની ખેતી બિલકુલ આવકાર દાયક ના હોવાનું સામે આવી રહ્યું છે. એનએસયુઆઈ દ્વારા ગાંજાના છોડનો વીડિયો ઉતારી ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નીરજા ગુપ્તાને આ અંગે રજૂઆત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા મારવાડી યુનિવર્સિટીમાંથી પણ ગાંજાના છોડવા મળી આવ્યા હતા ત્યારે પણ ભારે ઉહાપોહ મચ્યો હતો કે શૈક્ષણિક સંસ્થામાં ગાંજાના છોડવા કેવી રીતે? હવે આ મામલામાં પણ ગાંજાના છોડવાના આરોપ થતા તંત્ર હચમચી ગયું છે. ગુજરાત એનએસયુઆઈ દ્વારા ગુજરાત યુનિવર્સિટીમાં હોસ્ટેલની વીઝીટ કરવામાં આવી હતી ત્યારે આ છોડવા ધ્યાને આવતા એનએસયુઆઈ દ્વારા યુવાનોને નશાખોરી તરફ ધકેલાતા હોવાનો આક્ષેપ લગાવાયો છે.

ADVERTISEMENT

(ઈનપુટઃ ગોપી ઘાંઘર, અમદાવાદ)

    follow whatsapp

    ADVERTISEMENT