અમદાવાદમા ગઢડાના એસ.પી સ્વામીની કારનો અકસ્માત, ટ્રાફિક બુથમાં ઘુસી ગઈ કાર
SP Swami Car Accident: અમાદાવાદમાં થલતેજ વિસ્તારમાં અકસ્માતની ઘટના સામે આવી છે. શહેરના થલતેજ વિસ્તારમાં ગઢડા સ્વામિનારાયણ મંદિરના SP સ્વામીની કારને અકસ્માત નડ્યો હતો અને…
ADVERTISEMENT
SP Swami Car Accident: અમાદાવાદમાં થલતેજ વિસ્તારમાં અકસ્માતની ઘટના સામે આવી છે. શહેરના થલતેજ વિસ્તારમાં ગઢડા સ્વામિનારાયણ મંદિરના SP સ્વામીની કારને અકસ્માત નડ્યો હતો અને કાર ટ્રાફિક ચોકીમાં ઘુસી ગઈ હતી. અકસ્માતની આ ઘટનામાં કાર અન્ય કોઈ નહીં પરંતુ SP સ્વામી જ ચલાવી રહ્યા હતા. ઘટનામાં કારની ટક્કરથી આખું ટ્રાફિક બુથ તૂટી પડ્યું હતું. પોલીસે આ મામલે SP સ્વામી સામે ફરિયાદ નોંધી છે.
થલતેજ ચાર રસ્તા પાસે અકસ્માત
વિગતો મુજબ, અમદાવાદના થલતેજ ચાર રસ્તા પાસે ટ્રાફિક પોલીસ ચોકીમાં ઈનોવા કાર ઘુસી ગઈ હતી. જેની તપાસમાં બહાર આવ્યું કે આ કાર સ્વામિનારાયણ સંપ્રદાયના એસ.પી સ્વામી ચલાવી રહ્યા હતા. કાર કન્ટ્રોલમાં ન રહેતા તે ટ્રાફિક બુથમાં ઘુસી ગઈ હતી. હાલમાં પોલીસે એસ.પી સ્વામી વિરુદ્ધ ગુનો નોંધીને અકસ્માત કેવી રીતે થયો તેની તપાસ શરૂ કરી છે.
ADVERTISEMENT
પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી
અકસ્માતને પગલે ટ્રાફિક પોલીસનું બુથ સંપૂર્ણ પણે તૂટી ગયું હતું. બીજી તરફ કારને પણ મોટું નુકસાન થયું હતું. જોકે ઘટનામાં કોઈ માટી જાનહાનિ થતા ટળી હતી. એસ.પી સ્વામીની કાર સ્પીડમાં હતી કે કેમ તેમ મામલે તપાસ કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT