તમે પણ ચેતજો…અમદાવાદમાં પાર્ટ ટાઈમ નોકરીની લાલચે મહિલાએ લાખો રૂપિયા ગુમાવ્યા, ઠગે આ રીતે લગાવ્યો ચૂનો

ADVERTISEMENT

gujarattak
social share
google news

Ahmedabad News: સોશિયલ મીડિયાને કારણે આખી દુનિયા હવે ફોનમાં આવી ગઈ છે. ત્યારે હવે ઠગો પણ સોશિયલ મીડિયાને કારણે વધુ ચકોર બન્યા છે. સોશિયલ મીડિયા પર ઠગાઈના કેસો દિવસને દિવસે વધી રહ્યા છે. ત્યારે હવે સોશિયલ મીડિયા મારફતે ઠગાઈની નવી તરકીબ સામે આવી છે. જેમાં ઠગો લોકોને ઘરે બેઠા સારી કમાણી કરવાની લાલચ આપે છે અને પછી તેમની સાથે છેતરપિંડી આચરે છે. આવો જ બનાવ અમદાવાદમાંથી સામે આવ્યો છે. જેમાં ગઠીયાએ પાર્ટ ટાઈમ નોકરીની લાલચ આપીને મહિલા પાસેથી લગભગ રૂ. 47.69 લાખ પડાવ્યા છે. હાલ મહિલાએ અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

પાર્ટ ટાઈમ નોકરીની આપી હતી લાલચ

મળતી માહિતી અનુસાર, અમદાવાદના નારાણપુરમાં રહેતા 34 વર્ષીય નેહાબેન (નામ બદલ્યું છે) છેતરપિંડીનો ભોગ બન્યા છે. પાર્ટ ટાઈમ નોકરીની લાલચ આપીને ઠગોએ તેમને 47.69 લાખનો ચૂનો લગાવ્યો છે. હકીકતમાં નેહાબેનના ફોન પર ગત 3 જાન્યુઆરીના રોજ એક મેસેજ આવ્યો હતો. જેમાં પાર્ટ ટાઈમ નોકરીની ઓફર આપવામાં આવી હતી.

2200 રૂપિયા કમાવવાની કરી વાત

જે બાદ તે નંબર પર નેહાબેને ફોન કરતા સામેની વ્યક્તિએ તેનું નામ સંદિપ જણાવ્યું હતું અને તેણે નેહાબેનને દરરોજના 2200 રૂપિયા કમાવવાની વાત કરી હતી. જેથી તેઓ સંદિપની વાતમાં આવી ગયા હતા. જે બાદ એક એકાઉન્ટમાં તેમને એડ કરવામાં આવ્યા હતા. જે બાદ તેમને અલગ-અલગ ટાસ્ક આપવામાં આવ્યા હતા. જેના બદલામાં મહિલાને થોડા પૈસા આપવામાં આવ્યા હતા.

ADVERTISEMENT

મહિલાએ જમા કરાવ્યા રૂ.47.69 લાખ

જે બાદ આ ઠગે નેહાબેનને હાઈ રિટર્નનો પ્લાન જણાવ્યો હતો. આ પછી મહિલાને પ્રીપેડ ટાસ્કને પસંદ કરવાનું કહેવામાં આવ્યું હતું, જેમાં હાઈ રિટર્નની લાલચ આપવામાં આવી હતી. જેથી નેહાબેને રેટિંગ પ્રિમિયમના નામે ટાસ્ક પેટે થોડા થોડા કરીને રૂપિયા 47.69 લાખ મહિલાએ જમ કરાવ્યા હતા.

અજાણ્યા શખ્સ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ

જે બાદ મહિલાએ ભરેલા રૂપિયા પરત માંગ્યા તો ઠગે રૂપિયા બેકિંગ અને ઈન્સ્યોરન્સ રેગ્યુરેટરીના નામે બ્લોક કર્યા છે તેવું જણાવ્યું હતું. આ પછી જ્યારે મહિલાને ખબર પડી કે તે સાયબર ફ્રોડનો શિકાર બની છે, ત્યારે મહિલા સીધી પોલીસ સ્ટેશનમાં પહોંચી અને અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT