કેડિલાના CMD રાજીવ મોદી સામે DIG કક્ષાના અધિકારી તપાસ કરશે, HCનો બલ્ગેરિયન યુવતીની તરફેણમાં ચૂકાદો
Cadila CMD Rajiv Modi: કેડિયા ફાર્માના સીએમડી રાજીવ મોદી સામે બલ્ગેરિયન યુવતીએ દુષ્કર્મની ફરિયાદ કરી છે. આ કેસમાં ગુજરાત હાઈકોર્ટે તપાસના આદેશ આપ્યા છે. કોર્ટે…
ADVERTISEMENT
Cadila CMD Rajiv Modi: કેડિયા ફાર્માના સીએમડી રાજીવ મોદી સામે બલ્ગેરિયન યુવતીએ દુષ્કર્મની ફરિયાદ કરી છે. આ કેસમાં ગુજરાત હાઈકોર્ટે તપાસના આદેશ આપ્યા છે. કોર્ટે DIG કક્ષાના અધિકારીને કેસની તપાસ સોંપવા સરકારને આદેશ કર્યો છે. આ મામલે CRPCની કલમ 156 (3) મુજબ તપાસ કરાશે. હાઈકોર્ટ દ્વારા વધુમાં કહેવાયું છે કે, તપાસ દરમિયાન જે કોઈ પોલીસ અધિકારી સામે આક્ષેપ કરવામાં આવ્યા છે તે અંગે પણ તપાસ કરવામાં આવે. આ તમામની તપાસ પણ DIG કક્ષાના જ અધિકારી દ્વારા કરવામાં આવશે.
બલ્ગેરિયન યુવતીએ હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી કે, મહિલા પોલીસ સ્ટેશનના ACP તથા અન્ય પોલીસે તેના પર દબાણ કરીને ફરિયાદ પાછી ખેંચાવી હતી. આ માટે પોલીસ સ્ટેશનની અંદરના સીસીટીવી ફૂટેજથી સાચી હકિકત જાણી શકાશે તેમ કહ્યું હતું. તો ગુરુવારે સરકારે હાઈકોર્ટમાં સોગંદનામું કર્યું હતું. જેમાં સરકારે જણાવ્યું હતું કે, પોલીસ સ્ટેશનમાં સીસીટીવી ફૂટેજ ઉપલબ્ધ નથી. સરકારના સોગંદનામાં સામે આવ્યું હતું કે યુવતીની ફરિયાદના દિવસથી જ પોલીસ સ્ટેશનના ફૂટેજ ઉપલબ્ધ નથી. જે બાદ આજે હાઈકોર્ટે બલ્ગેરિયન યુવતીના તરફેણમાં ચૂકાદો આપ્યો હતો.
શું હતો મામલો?
મૂળ બલ્ગેરિયાની યુવતી 2022માં કેડિલા ફાર્મા કંપનીમાં મેનેજર જ્હોનસન મેથ્યૂઝે નોકરીએ રાખી હતી. યુવતીને ફ્લાઈટ અટેન્ડન્ટ તરીકે રાખ્યા બાદ તેને પર્સનલ આસિસ્ટન્ટ બનાવી દેવામાં આવી. જેમાં તેણે રાજીવ મોદી સાથે પ્રવાસ કરવાનો થતો. ફેબ્રુઆરી 2023માં યુવતીને CMD સાથે ઉદયપુર જવા કહેવાયું. યુવતી મુજબ અહીંથી પાછા આવતા CMDએ ટિપ્પણી કરી કે, એકદમ શરમાળ છે અને તેને મુક્ત કરવી પડશે. તો જમ્મુની ફ્લાઈટમાં પ્રાઈવેટ પ્લેનમાં રાજીવ મોદી અન્ય ફ્લાઈટ અટેન્ડન્ટ સાથે રૂમમાં એકાંતમાં હોવાનું યુવતીએ જણાવ્યું.
ADVERTISEMENT
હગ કરતા વખતે છાતી પર હાથ ફેરવતા
આ ઘટના બાદ અભદ્ર ચેનચાળાની ઘટના શરૂ થઈ અને તમિલનાડુમાં ટી એસ્ટેટની મુલાકાત વખતે નિર્વસ્ત્ર હાલતમાં બેઠેલા CMDએ યુવતીને બોલાવી. ઉપરાંત અનેક વખતે અશ્લિલ શારીરિક છેડછાડ કરાઈ હોવાનો આરોપ મૂક્યો છે. યુવતીનો આરોપ છે કે, CMDની આ જાતીય સતામણીનો અન્ય મહિલા કર્મચારીઓ પણ ભોગ બની છે. રાજીવ મોદી યુવતીને હગ કરતા અને હાથ છાતીના ભાગે ફેરવતા હતા.
પોલીસમાં કરેલી અરજી પાછી ખેંચાવી
યુવતીએ આરોપ મૂક્યો છે કે, મેનેજર મેથ્યૂએ અમદાવાદ મહિલા પોલીસ સ્ટેશનમાં CMD રાજીવ મોદી વિરુદ્ધ કરેલી ફરિયાદને પાછી ખેંચવાના કાગળ પર સહીઓ કરાવી લીધી અને મહિલા પોલીસ અધિકારીઓ પણ આ ઘટના જાણે છે. આ માટે કોર્ટ સમક્ષ પોલીસ સ્ટેશનના સીસીટીવી ચકાસવા પણ કહેવાયું છે. યુવતીનો આરોપ છે કે તેણે રાષ્ટ્રીય મહિલા આયોગ, શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં રાજીવ મોદી સામે FIR કરવાના પ્રયત્નો કર્યા હતા. આખરે કેટલાક પુરાવા સાથે હાઈકોર્ટમાં પીટિશન કરી છે. યુવતીની અરજી પર 4 ડિસેમ્બરના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે.
ADVERTISEMENT
ADVERTISEMENT