ધોળકામાં પરિવારનો સામુહિક આપઘાતનો પ્રયાસ, ઝેરી દવા પી લેતા પિતા-પુત્રનું મોત
Ahmedabad News: અમદાવાદના ધોળકા તાલુકામાં એક જ પરિવારના 4 સભ્યોએ ઝેરી દવા ગટગટાવીને આપઘાતને પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે. પરિવારના આવા પગલા પાછળનું સાચું…
ADVERTISEMENT
Ahmedabad News: અમદાવાદના ધોળકા તાલુકામાં એક જ પરિવારના 4 સભ્યોએ ઝેરી દવા ગટગટાવીને આપઘાતને પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે. પરિવારના આવા પગલા પાછળનું સાચું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. પરંતુ એવી અટકળો લગાવાઈ રહી છે કે દીકરીએ પ્રેમ લગ્ન કરી લેતા પરિવારે આ પ્રકારનું પગલું ભર્યું. ઘટનામાં પિતા અને મોટા પુત્રનું મોત થયું છે, તો માતા અને નાનો પુત્ર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઘટનાને લઈને ધોળકા શહેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
UGVCLના કર્મચારીનો પરિવાર સાથે આપઘાતનો પ્રયાસ
દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબ, મૂળ મહેસાણાના અને UGVCLમાં નોકરી કરતા કિરણભાઈ પરિવાર સાથે ધોળકામાં રહેતા હતા. જોકે મંગળવારે કોઈ અગમ્ય કારણોસર પરિવારે ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પોતાના ઘરમાં જ ઝેરી દવા પીધા બાદ કિરણભાઈ તેમના બે પુત્રો અને પત્ની બેભાન થઈ ગયા હતા.
પત્ની અને નાનો પુત્ર ગંભીર હાલતમાં હોસ્પિટલમાં
ઘટનાની જાણ થતા જ આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને તેમને તાત્કાલિક ધોળકાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જોકે ડોક્ટરે કિરણભાઈ અને તેમના મોટા પુત્રને મૃત જાહેર કર્યા હતા, તો પત્ની અને નાના પુત્રની હાલત ગંભીર છે અને તેમની હાલ સારવાર ચાલી રહી છે. સમગ્ર મામલે પિતા-પુત્રના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે, તો આપઘાતનું કારણ જાણવા માટે ધોળકા પોલીસે પણ તપાસ શરૂ કરી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT