BREAKING: જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ અખિલ ભારતીય સંત સમિતીના પ્રદેશ અધ્યક્ષ બન્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

Ahmedabad News: સાળંગપુરમાં હનુમાનજીના ભીંતચિત્રો પર વિવાદ દરમિયાન નૌતમ સ્વામીની અખિલ ભારતીય સંત સમિતિના પ્રદેશ અધ્યક્ષ પદેથી હકાલપટ્ટી કરવામાં આવી હતી. જે બાદ હવે અમદાવાદના જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજને આ મોટી જવાબદારી મળી છે. તેમને અખિલ ભારતીય સંત સમિતીના ગુજરાત પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. તાજેતરમાં જ ઉત્તર પ્રદેશના લખનઉ ખાતે મળેલી બેઠકમાં નૌતમ સ્વામીના ગુજરાતના અધ્યક્ષ પદેથી હટાવી દેવામાં આવ્યા હતા.

ગઈકાલે લીંબડીમાં સંતોનું સંમેલન યોજાયું હતું

ખાસ છે કે, ગઈકાલે મંગળવારે લીંબડીમાં ગુજરાતભરના સંતોનું સંમેલન મળ્યું હતું. જેમાં સાળંગપુરના સ્વામિનારાયણ મંદિરમાં હનુમાનજીના ભીંત ચિત્રોના વિવાદને લઈને ચર્ચા થઈ હતી. જોકે ભીંત ચિત્રો હટી ગયા બાદ સંતોએ સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકોમાં હિન્દુ ભગવાનને જે રીતે દાસ દર્શાવવામાં આવ્યા છે, તેને હટાવવાની માગણી કરી હતી. આ બેઠકમાં મહંત દિલીપદાસજી મહારાજ પણ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ આવનારા સમયમાં ગુજરાતમાં ફરી 5000 જેટલા સાધુ-સંતોની બેઠક યોજાવાની છે.

સંમેલનમાં 8 મુદ્દાઓ પર ઠરાવ થયો

આ સંમેલનમાં સંતો દ્વારા 8 જેટલા મુદ્દાઓ અંગે ઠરાવ થયો હતો. જેમાં સ્વામિનારાયણ સંપ્રયાદના પુસ્તકો નદીમાં પધરાવી દેવા, આગામી સનાતન ધર્મની બેઠક જૂનાગઢમાં કરવા, જ્યાં મળનારી બેઠકમાં કમિટીનું ગઠન કરવા તથા કમિટીની રચના પછી હાઈકોર્ટમાં પિટિશન કરવા મામલે ઠરાવ કરવામાં આવ્યો છે. મતલબ કે હજુ આ વિવાદ પર પૂર્ણ વિરામ આવ્યું નથી. સનાતન ધર્મના સંતો મહંતો સ્વામિનારાયણ સંપ્રદાયને કોર્ટમાં ઢસેડી જવા સુધીની તૈયારીઓમાં છે. કોર્ટમાં તેઓ 187 પુરાવા રજુ પણ કરવાના છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT