Ahmedabad: મિત્રની હત્યા બાદ વેદાંતે ન્યૂઝિલેન્ડમાં પિ તાને કર્યો ફોન, પછી લાશ લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યો
Ahmedabad Crime News: શહેરના ચાંદલોડિયા પાસેના વિશ્વકર્મા બ્રિજ પર રવિવારે રાત્રે બે મિત્રો વચ્ચે યુવતી મુદ્દે લોહીયાળ જંગ ખેલાયો હતો. સ્વપ્નિલ પ્રજાપતિ અને વેદાંત જોગેશ્વર…
ADVERTISEMENT
Ahmedabad Crime News: શહેરના ચાંદલોડિયા પાસેના વિશ્વકર્મા બ્રિજ પર રવિવારે રાત્રે બે મિત્રો વચ્ચે યુવતી મુદ્દે લોહીયાળ જંગ ખેલાયો હતો. સ્વપ્નિલ પ્રજાપતિ અને વેદાંત જોગેશ્વર રાજા કારમાં બેઠા બેઠા વાતો કરી રહ્યા હતા. આ દરમિયાન કોલેજની જ યુવતી બાબતે બંન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી. જે બાદ વેદાંતે સ્વપ્નિલને પેટમાં ગુપ્તિના ઘા મારીને લોહીલુહાણ કરી નાખ્યો હતો અને કારમાં જ તેની લાશ લઈને પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો.
મિત્રની હત્યા બાદ પિતાને ફોન કર્યો
સ્વપ્નિલની હત્યા કર્યા બાદ વંદાતે સૌથી પહેલા પોતાના ન્યૂઝિલેન્ડમાં રહેલા પિતાને ફોન કરીને તેના હાથે મર્ડર થઈ ગયું હોવાની વાત કરી હતી. જે બાદ પિતા જોગેશ્વર રાજાએ વેદાંતની આખી વાત સાંભળીને તેને સૌથી પહેલા કાર લઈને પોલીસ સ્ટેશન પહોંચી જવા કહ્યું હતું. પિતાની વાત માનીને વેદાંત સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.
લાશ લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યો
પોલીસ સ્ટેશન પહોંચીને વેદાંતે જણાવ્યું કે, હું સિલ્વર ઓક કોલેજમાં અભ્યાસ કરું છું અને પીજીમાં રહું છું. મારી કારમાં બાજુની સીટ પર સ્વપ્નિલ પ્રજાપતિની લાશ પડી છે. આ સાંભળીને જ પોલીસ અધિકારીઓ દોડ્યા હતા અને કારમાં જોયું તો સીટ પર લોહીલુહાણ હાલતમાં યુવકની લાશ મળી હતી.
ADVERTISEMENT
યુવતી સાથે પ્રેમ સંબંધમાં થઈ હત્યા
મૃતક સ્વપ્નિલ પ્રજાપતિ કોલેજની એક યુવતીને પ્રેમ કરતો હતો. જ્યારે યુવતી વેદાંતને પ્રેમ કરતી હતી. આ મામલે બંને યુવકો વચ્ચે લાંબા સમયથી તકરાર ચાલી રહી હતી. વેદાંતે પૂછપરછમાં જણાવ્યું હતું કે, બંને વિશ્વકર્મા બ્રિજ પર કારમાં વાત કરી રહ્યા હતા. દરમિયાન સ્વપ્નિલે તેને મારવા ગુપ્તિ કાઢી. ઝપાઝપીમાં વેદાંતે ગુપ્તિ છીનવી લીધી અને તે સ્વપ્નિલને મારી દીધી. હાલમાં પોલીસ વેદાંતની આ સ્ટોરી સાચી છે કે ખોટી તે મામલે તપાસ કરી રહી છે. તો મૃતક સ્વપ્નિલ સામે અગાઉ અનેક ગુના નોંધાયેલા હોવાનું પોલીસ જણાવી રહી છે.
ADVERTISEMENT