PM મોદીના આવતીકાલે બનશે ગુજરાતના મહેમાન, અમદાવાદ શહેરમાં આ રસ્તાઓ બંધ રહેશે
PM Modi Gujarat Visit: PM નરેન્દ્ર મોદી આવતીકાલે ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આવતીકાલે 12 માર્ચે તેઓ દાંડીકૂચ દિવસ નિમિત્તે અમદાવાદમાં 'આશ્રમ ભૂમિ વંદના' કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે
ADVERTISEMENT
PM Modi Gujarat Visit: PM નરેન્દ્ર મોદી આવતીકાલે ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આવતીકાલે 12 માર્ચે તેઓ દાંડીકૂચ દિવસ નિમિત્તે અમદાવાદમાં 'આશ્રમ ભૂમિ વંદના' કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે અને ગાંધી આશ્રમના રિનોવેશન પ્રોજેક્ટનો શુભારંભ કરશે. ખાસ છે કે સાબરમતિ નદીના કિનારે આવેલા ગાંધી આશ્રમનું 1200 કરોડના ખર્ચે રિ-ડેવલપમેન્ટ કરવામાં આવશે.
આ પણ વાંચો: ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર, BTPના પૂર્વ MLA મહેશ વસાવા જોડાયા ભાજપમાં
અમદાવાદમાં કયા રસ્તાઓ બંધ રહેશે?
PMના આગમનને લઈને અમદાવાદ શહેર પોલીસે શહેરના કેટલાક રસ્તાઓ બંધ રહેશે તે અંગે જાહેરનામું બહાર પાડ્યું છે. આવતીકાલે સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી સુભાષબ્રિજ સર્કલથી ગાંધીઆશ્રમ થઈને વાડજ સર્કલ સુધીનો રસ્તો બંને બાજુથી વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત રહેશે. વાહન ચાલકો પ્રબોધરાવળ સર્કલથી રાણીપ ટી થઈને પલક ટીથી ડાબુ બાજુ વળીને વાડજ પોલીસ ચોકી થઈ વાડજ સર્કલ સુધી જઈ શકશે.
આ પણ વાંચો: Ahmedabad માં યુવકને મજાક ભારે પડી, રિવોલ્વર ખાલી હોવાનું માની સ્ટંટ કરતા મળ્યું મોત
55 એકરમાં સાબરમતી આશ્રમનું રિડેવલપમેન્ટ
55 એકરમાં ફેલાયેલા સાબરમતી આશ્રમના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં આશ્રમ અને તેની આજુબાજુના વિસ્તારમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરવામાં આવશે તથા પ્રવાસીઓ માટે આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેમાં ફૂડ કોર્ટ, સોવેનિયર શોપ તથા અન્ય જાહેર સુવિધાઓ વિકસાવવામાં આવશે. સાથે વર્કશોપનું પણ આયોજન કરવામાં આવશે. જ્યાં મુલાકાતીઓને ગાંધીજીના સાતત્ય અને આત્મનિર્ભરતાના મૂલ્યોને પ્રોત્સાહન આપવા પર કામ કરાશે.
ADVERTISEMENT
ADVERTISEMENT