અમદાવાદની હોટલમાંથી જુગારધામ ઝડપાયું, નિવૃત્ત એડિશનલ DGPનો પુત્ર પણ રમવા આવ્યો હતો

ADVERTISEMENT

gujarattak
social share
google news

Ahmedabad News: અમદાવાદમાં પોલીસ દ્વારા જુગારધામ પર દરોડા પાડવાનો સીલસીલો યથાવત છે. ત્યારે શહેરના સેટેલાઈટ વિસ્તારમાં આવેલી માન રેસીડેન્સી નામની હોટલમાં પોલીસે દરોડા પાડ્યા હતા. જેમાં લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. ખાસ વાત એ છે કે આ હાઈ પ્રોફાઈલ રેડમાં નિવૃત્ત એડિશનલ DGPનો પુત્ર પણ હોવાની વિગતો સામે આવી રહી છે.

બાતમીના આધારે પોલીસે કરી રેડ

વિગતો મુજબ, સેટેલાઈટમાં આવેલી હોટલ માન રેસીડેન્સીમાં જુગાર રમાતો હોવાની બાતમી પોલીસને મળી હતી. જેના આધારે સેટેલાઈટ પોલીસે દરોડા પાડતા 9 જેટલા લોકો જુગાર રમતા ઝડપાઈ ગયા હતા. ઝડપાયેલા જુગારીઓમાં એક આરોપી નિવૃત્ત એડિશનલ DGPનો પુત્ર હોવાના પણ સમાચાર છે. જોકે પોલીસે કોઈપણ દબાણ વિના કડક કાર્યવાહી કરીને તમામ આરોપીઓને ઝડપી લીધા અને 13 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

અગાઉ વસ્ત્રાપુરમાંથી ઝડપાયું હતું જુગારધામ

નોંધનીય છે કે, આ પહેલા વસ્ત્રાપુરમાં પણ જુગારની મોટી રેડ પડી હતી. જેમાં ન્યૂયોર્ક ટાવરમાં જુગાર ધામ પર દરોડામાં સાણંદ APMCના ચેરમેન પણ જુગાર રમતા પકડાયા હતા. આ સાથે જ પોલીસે 40 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT