ન્યૂયર પહેલા બુટલેગરો બેફામ, અમદાવાદમાં પુષ્પા સ્ટાઈલમાં ગેસ ટેન્કરમાંથી 41 લાખનો દારૂ ઝડપાયો
Ahmedabad News: થર્ટી ફર્સ્ટ પહેલા બુટલેગરો ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે અધીરા બન્યા છે. પોલીસની નજરથી બચવા માટે અવનવી તરકીબો પણ અજમાવી રહ્યા છે. બે દિવસમાં…
ADVERTISEMENT
Ahmedabad News: થર્ટી ફર્સ્ટ પહેલા બુટલેગરો ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે અધીરા બન્યા છે. પોલીસની નજરથી બચવા માટે અવનવી તરકીબો પણ અજમાવી રહ્યા છે. બે દિવસમાં અમદાવાદ અને બાવળામાંથી પોલીસને ટેન્કરમાંથી પુષ્પા સ્ટાઈલમાં દારૂની હેરાફેરી અટકાવીને લાખોની કિંમતનો દારૂ જપ્ત કરી લીધો છે.
ગેસ ટેન્કરમાંથી મળ્યો 41 લાખનો દારૂ
અમદાવાદમાં વિજિલન્સ વિભાગે હાથીજણ રીંગ રોડ પરથી પસાર થતા ગેસ ટેન્કરને અટકાવીને તેમાં તપાસ કરતા વિદેશી દારૂની 11268 પેટી મળી આવી હતી. આ દારૂના જથ્થાની કિંમત 41 લાખ રૂપિયાથી પણ વધુ થાય છે. ખાસ છે કે દારૂને પુષ્પા સ્ટાઈલમાં સંતાડીને હેરાફેરી કરવા ગેસના ટેન્કરમાં ખાનુ બનાવીને તેમાંથી દારૂ સપ્લાય કરવામાં આવી રહ્યો હતો.
રાજકોટ લઈ પહોંચાડવાનો હતો જથ્થો
પોલીસ દ્વારા ટેન્કરના ચાલક ભુપત મેઘવાલની ધરપકડ કરીને આ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પૂછપરછમાં ડ્રાઈવરે જણાવ્યું હતું કે, દારૂનો જથ્થો રાજસ્થાનથી મહારાષ્ટ્ર અને ત્યાંથી ગુજરાતમાં પ્રવેશીને રાજકોટ લઈ જવાનો હતો. જોકે આ પહેલા જ દારૂ પકડાઈ ગયો હતો. ત્યારે હાલમાં પોલીસે આ દારૂનો જથ્થો કોણ મગાવ્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરી છે. ખાસ છે કે આ પહેલા ગઈકાલે પણ બાવળામાં ગેસ ટેન્કરમાંથી દારૂનો જથ્થો ઝડપાયો હતો. ત્યારે સતત બે દિવસમાં આ રીતે દારૂની હેરાફેરીનો પર્દાફાસ થયો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT