પ્રેમની સજા મોત! અમદાવાદના સરખેજમાં પ્રેમિકાના પરિવારે યુવકને છરી ઝિંકીને જાહેરમાં રહેંસી નાખ્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

Ahmedabad Crime News: અમદાવાદના સરખેજ વિસ્તારમાં છરીના ઘા મારીને યુવકની હત્યા કરી નાખવામાં આવી. એક જ પરિવારના 4 સભ્યોએ ભેગા મળીને યુવકને છરીના ઘા ઝિંકીને રહેંસી નાખ્યો હતો. પ્રેમ પ્રસંગમાં યુવતીના પરિવારજનોએ યુવકની હત્યા કરતા આ ઘટનામાં પોલીસે પિતા અને પુત્ર સહિત એસ સગીરની ધરપકડ કરી છે.

યુવતી સાથે 5 વર્ષથી યુવકને પ્રેમ સંબંધ હતો

વિગતો મુજબ, 24 વર્ષના મિલન ઠાકોર નામના યુવકને નીતિન સિંગરોટિયાની બહેન સાથે 5 વર્ષથી પ્રેમ સંબંધ હતો. જોકે પરિવારને જાણ થઈ જતા બંને વચ્ચે અગાઉ ઝઘડો થયો હતો અને મિલને સંબંધ તોડી નાખ્યો હતો. જોકે છેલ્લા ઘણા સમયથી બંને વચ્ચે ફોન પર વાતચીત થતી હતી. જેની નીતિનને જાણ થતા તેણે મિલનને ઠપકો આપ્યો હતો, જોકે છતાં યુવતી સાથે મિલન વાત કરતો હોવાથી નીતિન, તેના પિતા માતા તથા સગીર વયના ભાઈએ મળીને છરીથી મિલન પર હુમલો કર્યો હતો.

પિતા-પુત્રની પોલીસે કરી ધરપકડ

આ હુમલામાં મિલનની મોત થઈ ગયું. જે બાદ સમગ્ર વિસ્તારમાં તંગદીલી ફેલાઈ ગઈ હતી. પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને આરોપીની પિતા-પુત્રની ધરપકડ કરી છે. ત્યાપે પરિવારના વિરોધ છતાં યુવતી સાથે વાત કરતા યુવકને જીવ ગુમાવવો પડ્યો છે. સરખેજ પોલીસે હત્યાના કેસમાં સંડોવાયેલા અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT