Ahmedabad News: પત્ની-સાસુના ત્રાસથી શિક્ષકનો લગ્નના 4 મહિનામાં સાબરમતીમાં કૂદીને આપઘાત
Ahmedabad News: અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં 26 વર્ષના યુવકે પત્ની અને સાસુના ત્રાસથી કંટાળીને રિવરફ્રન્ટ પરથી નદીમાં ઝંપલાવી આપઘાત કરી લીધો. યુવકે નદીમાં ઝંપલાવતા પહેલા બે…
ADVERTISEMENT
Ahmedabad News: અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં 26 વર્ષના યુવકે પત્ની અને સાસુના ત્રાસથી કંટાળીને રિવરફ્રન્ટ પરથી નદીમાં ઝંપલાવી આપઘાત કરી લીધો. યુવકે નદીમાં ઝંપલાવતા પહેલા બે વીડિયો બનાવ્યા હતા. જેમાં તેણે સાસુ અને પત્ની સામે ગંભીર આરોપ કર્યા હતા. યુવકના આ વીડિયોના આધારે પોલીસે પત્ની અને સાસુ સામે આપઘાતના દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે.
4 મહિના પહેલા જ યુવકના લગ્ન થયા ગતા
વિગતો મુજબ, જુહાપુરાના કોમ્પ્યુટર શિક્ષક તરીકે નોકરી કરતા 26 વર્ષના ગુફરાન ગૌસીના 4 મહિના પહેલા ફરહીનબાનુ નામની યુવતી સાથે લગ્ન થયા હતા. ગુફરાનના પરિવારે કરેલી ફરિયાદ મુજબ, લગ્ન બાદથી ગુફરાન અને ફરહીન વચ્ચે બહાર ફરવા અને જમવા ઝઘડા થતા. મહોરમમાં ફરહીન પિયર ગઈ હતી, બાદમાં ગુફરાન તેને લેવા જતા તેણે આવવાની ના પાડી દીધી. પરિજનોનો આરોપ છે કે, ફરહીને તેની માતા ઈશરતજહની ચડામણીથી ગુફરાનને કહી દીધું, હું તારી સાથે નહીં આવું. તારે મરી જવું હોય તો મરી જા. જ્યારે સાસુ નુસરતજહાએ પણ કહ્યું, તારે જે કરવું હોય તે કર, જીવવું હોય તો જીવ અને કાલે મરતો હોય તો આજે મર. મારી દીકરીને તારી સાથે નહીં મોકલું.
દવા લેવા જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો
આ બાદ ગુફરાન 7 સપ્ટેમ્બર ઘરેથી દવા લેવા જવાનું કહીને નીકળ્યો હતો. પરંતુ સરદારબ્રિજના છેડે આવીને તેણે રિવરફ્રન્ટ પરથી નદીમાં છલાંગ લગાવીને આપઘાત કરી લીધો. આપઘાત પહેલા તેણે બે વીડિયો બનાવ્યા હતા જેમાં પત્ની અને સાસુના ત્રાસની વાત કરી હતી.
ADVERTISEMENT
પત્ની અને સાસુના નામે બનાવ્યા વીડિયો
એક વીડિયોમાં ગુફરાન કહે છે, ગોફુ ઇસ દુનિયા મેં નહીં રહા. આજ યે વીડિયો આપકો પહોંચેગા તબ તક તો શાયદ મેં મર ચૂકા હોંગા. મેરે જનાજે પર આ જાના. મેં વહી હું રિવરફ્રન્ટ પર, જહાં હમ મિલતે થે. તુમને બહોત ગલતિયાં કી ફરહીન, ફીર ભી મૈંને માફ કિયા, અમ્મી, ચાચાને સબકો તુમને મેરે ખિલાફ કર દિયા થા. જ્યારે બીજા વીડિયોમાં તે કહે છે, છેલ્લી લડાઈ પણ ફરહીનની માતાના કારણે થઈ. બહુત હેરાન કિયા હમલો. ફરહીન કી ગલતિયા મેં માફ કર દેતા, પર ઉસકી અમ્મીને મેરે કો જાનબુઝ કે ગુસ્સા દિલાયા. એકબાર ભી આઈસીયુમેં દેખને નહીં આયે.
ADVERTISEMENT