અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર ફરી જીવલેણ અકસ્માત, 45 વર્ષના વ્યક્તિની લાશ મળી આવી
અમદાવાદ: શહેરના ઈસ્કોન બ્રિજ પર અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં ઈસ્કોન બ્રિજના છેડે સર્જાયેલા અકસ્માતની ઘટનામાં એક ભિક્ષુકનું મોત નિપજ્યું છે. બ્રિજ…
ADVERTISEMENT
![અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર ફરી જીવલેણ અકસ્માત, 45 વર્ષના વ્યક્તિની લાશ મળી આવી gujarattak](https://akm-img-a-in.tosshub.com/lingo/gujarattak/images/story/202308/04-81-4-768x432.jpg?size=948:533)
અમદાવાદ: શહેરના ઈસ્કોન બ્રિજ પર અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં ઈસ્કોન બ્રિજના છેડે સર્જાયેલા અકસ્માતની ઘટનામાં એક ભિક્ષુકનું મોત નિપજ્યું છે. બ્રિજ પરથી ડેડ બોડી મળી આવી હતી અને ભિક્ષુકના પગના ભાગે ઈજાના નિશાન મળી આવ્યા છે. ઘટનાને પગલે 108 એમ્બ્યુલન્સ અને પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો છે અને તપાસ હાથ ધરી છે.
ગત 21મી જુલાઈએ ઈસ્કોન બ્રિજ પર મોડી રાત્રે જગુઆર કારની ટક્કરમાં 9 લોકોના મોત થઈ ગયા અને 10 જેટલા લોકો ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં સારવાર માટે મોકલાયા હતા. હવે આ અકસ્માતમાં 15 દિવસની અંદર ઈસ્કોન બ્રિજ પર વધુ એક જીવલેણ અકસ્માત થયો છે. ગાંધીનગરથી સરખેજ જતા રોડ પર ઈસ્કોન બ્રિજ પર એક ભિક્ષુકનો મૃતદેહ મળી આવ્યો છે. હાલમાં પોલીસે ભિક્ષુકનું મોત અકસ્માતમાં કે પટકાઈ જવાના કારણે થયું છે તે મામલે તપાસ શરૂ કરી છે.
ભિક્ષુકની ઉંમર અંદાજે 45 વર્ષની આસપાસની હોવાની વિગતો હાલમાં મળી રહી છે અને ઘટના સવારે 9 વાગ્યા આસપાસ બની હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલમાં પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT