અમદાવાદના શેલામાં હિટ એન્ડ રનની ઘટના, પૂરપાટ આવતી હેરિયર કારે 3 ગાડીઓને ટક્કર મારી
અમદાવાદ: શહેરના ઈસ્કોન બ્રિજ પર થયેલા ગંભીર અકસ્માતમાં 9 નિર્દોષ લોકોના મોતની ઘટના હજુ ભુલાઈ નથી, ત્યાં શહેરમાં વધુ એક બેફામ કાર ચાલકે અકસ્માતની હારમાળા…
ADVERTISEMENT
અમદાવાદ: શહેરના ઈસ્કોન બ્રિજ પર થયેલા ગંભીર અકસ્માતમાં 9 નિર્દોષ લોકોના મોતની ઘટના હજુ ભુલાઈ નથી, ત્યાં શહેરમાં વધુ એક બેફામ કાર ચાલકે અકસ્માતની હારમાળા સર્જી હોવાની ઘટના સામે આવી રહી છે. શેલા વિસ્તારમાં પૂરપાટ ઝડપે કાર હંકારતા ડ્રાઈવરે 3 કારને ટક્કર મારી હતી, જેમાં એક મહિલાને ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
3 કારને ટક્કર મારી ચાલક ફરાર
વિગતો મુજબ, શેલા વિસ્તારમાં આવેલા આવિષ્કાર હોલ પાસે મંગળવારે મોડી રાત્રે એક કારના ચાલકે પૂરપાટ વાહન હંકારીને 3 ગાડીઓને અડફેટે લીધી હતી. જેમાં બે કારને મોટું નુકસાન થયું હતું જ્યારે અન્ય એક કારને સામાન્ય નુકસાન થયું હતું. અકસ્માતમાં એક મહિના પણ ઈજા થઈ હતી, જોકે કોઈ જાનહાનિ થઈ નહોતી. અકસ્માત બાદ ચાલક કાર લઈને ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
ADVERTISEMENT
પોલીસે કાર શોધી કાઢી
અકસ્માતની જાણ થતા જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી. પ્રત્યક્ષદર્શીના દાવા મુજબ કારની સ્પીડ 100 કિમી પ્રતિ કલાકની હતી. ભરચક વિસ્તારમાં આ રીતે બેદરકારીથી કાર હંકારનારો ચાલક ફરાર થઈ ગયો હતો, જોકે તેની GJ 38 BE 9113 નંબરની કાર પોલીસે શોધી કાઢી હતી. જોકે મનોજ અગ્રવાલ પોલીસ જાપ્તામાં આવી ગયો છે.
ADVERTISEMENT