અમદાવાદના ફ્લાવર શોમાં દેખાશે સ્ટેચ્યૂ ઓફ યુનિટી, ચંદ્રયાન, કીર્તિ તોરણ, બાળકોને મળશે નિઃશુલ્ક પ્રવેશ
Ahmedabad News: અમદાવાદમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ફ્લાવર શોનું આયોજન થવા જઈ રહ્યું છે. રિવરફ્રન્ટ પર ફ્લાવર શોમાં આ વર્ષે વિવિધ આકર્ષણો ઊભા…
ADVERTISEMENT
Ahmedabad News: અમદાવાદમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ફ્લાવર શોનું આયોજન થવા જઈ રહ્યું છે. રિવરફ્રન્ટ પર ફ્લાવર શોમાં આ વર્ષે વિવિધ આકર્ષણો ઊભા કરવામાં આવશે. દર વર્ષની જેમ અલગ-અલગ પ્રકારના સ્કલ્પચર પણ તૈયાર કરાયા છે. ત્યારે 30લી ડિસેમ્બરથી શરૂ થનારા આ ફ્લાવર શોને લઈને મહત્વની જાણકારી મળી રહી છે જે મુજબ, બાળકોને તેમાં મફત પ્રવેશ આપવામાં આવશે.
ફ્લાવર શોમાં વિદેશી ફૂલોની મહેક
આ વર્ષે ફ્લાવર શોમાં સૂર્ય મંદિર, સ્ટેચ્યૂ ઓફ યુનિટી, ચંદ્રયાન, કીર્તિ તોરણ સહિત 33 જેટલા સ્કલ્પચર તૈયાર કરવામાં આવશે. જેમાં GSLV MK3 રોકેટ પણ હશે. ફ્લાવર શો માટે 5.45 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આ માટે બ્રસેલ્સ, સ્વિત્ઝર્લેન્ડ સહિતના દેશોમાં વિવિધ ફૂલો લાવવામાં આવશે. સાથે 12 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે પ્રવેશ નિઃશુલ્ક રહેશે તો 12 વર્ષથી મોટી ઉંમરના મુલાકાતીઓએ 50 રૂપિયા સોમવારથી શુક્રવાર સુધીમાં આપવા પડશે. શનિ અને રવિવારે મુલાકાતી દીઠ 75 રૂપિયા ફી વસૂલવામાં આવશે.
30 ડિસેમ્બરે થશે ઉદ્ઘાટન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આગામી 30 ડિસેમ્બરે ફ્લાવર શોનું ઉદ્ધાટન કરવામાં આવશે. આ બાદ તેને 1લી જાન્યુઆરીથી સામાન્ય જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે. 17 દિવસ સુધી ચાલનારા આ ફ્લાવર શોમાં 10 લાખથી પણ વધુ લોકો મુલાકાત લે તેવો અંદાજ હાલમાં સેવવામાં આવી રહ્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT