તબીબોએ અશક્યને શક્ય કર્યું, ગુજરાતમાં પહેલીવાર 7 મહિનાના બાળકમાં લિવરનું સફળ ટ્રાન્સપ્લાન્ટ

ADVERTISEMENT

gujarattak
social share
google news

Ahmedabad News: અમદાવાદમાં તબીબોએ એક નોંધપાત્ર સિદ્ધિ હાંસેલ કરી છે. અપોલો હોસ્પિટલમાં 5.5 કિલો વજનના 7 મહિનાના નવજાત બાળકમાં લિવરનું સફળતાપૂર્વક લિવરનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. આ પહેલીવાર છે જ્યારે 1 વર્ષથી પણ નાની ઉંમરના બાળકમાં લિવરનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે.

બાળકને જન્મ બાદથી કમળો થયો

દ્વારકાના બાળકને જન્મના થોડા સમય બાદ કમળો થઈ ગયો. તપાસ કરતા પ્રોગેસિવ ફેમિલીયન ઈન્ટ્રાહેપેટિક કોલેસ્ટેસિસ (PFIC) તરીકે આનુવંશિક રોગ હોવાનું માલુમ પડ્યું. બીમારીના કારણે લીવરને ભારે નુકસાન થયું હતું. જે બાદ અપોલો હોસ્પિટલમાં બાળકના લીવર ટ્રાન્સપ્લાન્ટ સિવાય કોઈ વિકલ્પ નહોતો. આથી માતા-પિતાની સંમતિ બાદ બાળકની સર્જરી થઈ. બાળકને માતાએ જ લિવરનો એક ભાગ ટ્રાન્સપ્લાન્ટ માટે આપ્યો હતો.

પરિવારે 16 લાખનું ફંડ એકઠું કર્યું

ખાસ છે કે બાળકને ઓપરેશન માટે 16 લાખ રૂપિયાની જરૂર હતી. ત્યારે પરિવારે PM અને CM રાહત ફંડ તથા NGO પાસેથી ભંડોળ એકઠું કર્યું અને બાદમાં બાળકની સર્જરી કરવામાં આવી હતી. આ માટે 8-10 કલાક જેટલો સમય લાગ્યો હતો. સર્જરીમાં મોટો પડકાર એ હતો કે બાળકની રક્તવાહિનીઓ ખૂબ નાની હોય છે. ઓપરેશનમાં વધારે લોહી વહી જવાની સ્થિતિમાં ચેપનું જોખમ વધી શકે છે. જોકે તબીબોએ તમામ પડકારો પાર પાડીને બાળકનું સફળ ઓપરેશન કર્યું હતું.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT