Ahmedabad Police: પોલીસ વડાનો આદેશ છતાં ખાખીમાં રિલ્સ બનાવી, 4 PSI, 13 કોન્સ્ટેબલ સામે થશે કાર્યવાહી
Ahmedabad Police News: રાજ્યમાં પોલીસ વડા દ્વારા પરિપત્ર બહાર પાડીને પોલીસકર્મીઓને યુનિફોર્મ પહેરીને રિલ્સ ન બનાવવા કે ખાનગી વાહનોમાં પોલીસની નેમ પ્લેટ રાખીને વીડિયો ન…
ADVERTISEMENT
Ahmedabad Police News: રાજ્યમાં પોલીસ વડા દ્વારા પરિપત્ર બહાર પાડીને પોલીસકર્મીઓને યુનિફોર્મ પહેરીને રિલ્સ ન બનાવવા કે ખાનગી વાહનોમાં પોલીસની નેમ પ્લેટ રાખીને વીડિયો ન બનાવવા માટે આદેશ કરવામાં આવ્યો હતો. જોકે DGPના આદેશને ન માનનારા પોલીસકર્મીઓ સામે હવે પોલીસ વડાએ સોશિયલ મીડિયાની ગાઈડલાઈન્સનો ભંગ કરવા મામલે કાર્યવાહીના આદેશ આપ્યા છે.
17 પોલીસકર્મીઓ વિરુદ્ધ પગલા ભરાશે
પોલીસ વડાના આ આદેશ બાદ પણ તેનું પાલન ન કરનારા 17 પોલીસકર્મીઓ વિરુદ્ધ પગલા ભરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. જેમાં 4 PSI અને 13 કોન્સ્ટેબલ વિરુદ્ધ કાર્યવાહી આદેશ અપાયા છે. આ મામલે પોલીસ વડાએ પરિપત્ર લખ્યો છે. ત્યારે આ પોલીસકર્મીઓ સામે આચારસંહિતાના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવશે.
શું છે પોલીસકર્મીઓ માટેની આચારસંહિતા?
રાજ્યના નવા પોલીસ વડાએ બહાર પાડેલા પરિપત્ર મુજબ, પોલીસકર્મીઓને યુનિફોર્મમાં વીડિયો બનાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સાથે જ ફરજ પર અથવા ફરજ સિવાયના સમયે યુનિફોર્મમાં રિલ્સ ન બનાવવા આદેશ અપાયો છે. સાથે જ પોલીસની છબી કલંકિત કરવા પર પણ કડક કાર્યવાહી થશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT