બહારનું ખાતા પહેલા ચેતજો, અમદાવાદમાં ઓનેસ્ટમાંથી મગાવેલા ફૂડમાં અથાણામાંથી નીકળી મરેલી ઈયળ

ADVERTISEMENT

gujarattak
social share
google news

Ahmedabad News: બહારના ફૂડમાંથી જીવાત નીકળવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. ત્યારે અમદાવાદમાં ફરી એકવાર જાણીતી રેસ્ટોરન્ટમાંથી ઈયળ નીકળવાનો મામલો સામે આવ્યો છે. ગ્રાહકે ઓનલાઈન મગાવેલા ફૂડ પાર્સલમાંથી જીવાત નીકળતા ગ્રાહક ચોંકી ઉઠ્યો હતો. આ મામલે રેસ્ટોરન્ટને જાણ કરતા પૈસા પાછા આપીને મામલો રફેદફે કરવા માટે કહ્યું.

ઓનેસ્ટમાંથી મગાવ્યું હતું ફૂડ

વિગતો મુજબ, અમદાવાદના સરખેજમાં રહેતા જયંતિભાઈ ચૌહાણે પ્રહલાદનગર ખાતે આવેલા ઓનેસ્ટ રેસ્ટોરન્ટમાંથી ઓનલાઈન ફૂડ મગાવ્યું હતું. આ માટે તેમણે ઓનલાઈન 556 રૂપિયા ચૂકવ્યા હતા. આ બાદ જમતા સમયે તેઓ અથાણું ખાવા ગયા ત્યારે અંદર કાળારંગની કોઈ વસ્તુ દેખાઈ, જેને તપાસતા ઈયળ હોવાનું માલુમ પડ્યું.

પૈસા રિફંડની વાત કરીને મામલો રફેદફે કરવા મેનેજરે કહ્યું

ગુજરાત Tak સાથે વાત કરતા જયંતિભાઈએ જણાવ્યું કે, તેમના ઘરે કામ ચાલુ હોવાથી તેમણે ઓનેસ્ટમાંથી ઓનલાઈન ફૂડ ઓર્ડર કરીને મગાવ્યું હતું. જેમાં અથાણામાં ઈયળ નીકળી હતી. આ અંગે જ્યારે રેસ્ટોરન્ટમાં ફોન કરીને જાણ કરાઈ તો રેસ્ટોરન્ટના મેનેજર નવું ટિફિન લઈને આવ્યા હતા. તેમણે પણ ચેક કરીને અથાણામાં જીવાત હોવાનું સ્વીકાર્યું હતું અને ઓર્ડરના પૈસા રિફંડ કરવાનું કહ્યું અને વાત બીજા કોઈને ન કરવા માટે કહ્યું હતું.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT