અમદાવાદ અકસ્માત: નબીરા તથ્ય પટેલે 15 દિવસ પહેલા થારનો અકસ્માત કર્યો હતો, પૈસા આપી સમાધાન કર્યું હતું

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: શહેરના ઈસ્કોન બ્રિજ પર પૂરપાટ ઝડપે કાર હંકારીને લોકોને અટફેટે લેનારા નબીરા તથ્ય પટેલના એકબાદ એક કાંડ સામે આવી રહ્યા છે. ગુરુવારે મધરાતે બ્રિજ પર જગુઆર કારની ટક્કરમાં 9 લોકોના મોત થઈ ગયા, તો બીજા ઘણા ઈજાગ્રસ્ત થયા. તથ્ય પટેલે ઘટનાના 15 દિવસ પહેલા જ સીંધુ ભવન રોડ પર થાર કાર વડે અકસ્માત સર્જ્યો હતો, જોકે તે સમયે સમાધાન થઈ જતા કાફે માલિક ફરિયાદ નોંધાવી હતી. હવે આ અકસ્માતના સીસીટીવી સામે આવતા પોલીસે વધુ એક ગુનો નોંધ્યો છે.

3 જુલાઈએ કર્યો હતો થારથી અકસ્માત
ગત 3 જુલાઈના રોજ વહેલી સવારે 6 વાગ્યે એસ.જી હાઈવે ઉપર ગોગા મહારાજ મંદિરથી જમણી બાજુ ટર્નિંગમાં રોડ પર આવેલા મૂવ કાફેની દિવાલમાં થાર જીપ ઘુસી ગઈ હતી. અકસ્માતની ઘટનાનો સીસીટીવી પણ સામે આવ્યો હતો, જેમાં જોઈ શકાય છે કે થાર કાર વહેલી સવારે અચાનક દિવાલમાં ઘુસી જાય છે, બાજુમાં જ એક ભાઈ બેઠેલા છે અને તેઓ બચી જાય છે, જો કાર દિવાલની જગ્યાએ તેમના પર ચડી ગઈ હોત તો તેમના જીવને પણ જોખમ ઊભું થયું હોત.

પૈસા આપીને મામલો રફેદફે કરાવી નાખ્યો
આ ઘટનાની પોલીસને પણ જાણ થઈ હતી, પરંતુ અમુક પોલીસ કર્મચારીની મધ્યસ્થીથી આ અંગે સમાધાન કરાયું હતું અને તથ્ય પટેલે બીજા દિવસે રૂ.40 હજાર ચૂકવી દેતા રેસ્ટોરન્ટના માલિકે ફરિયાદ નોંધાવી હતી. જોકે ઘટનાના સીસીટીવી સામે આવતા હવે એસ.જી-1 ટ્રાફિક પોલીસે પણ તથ્ય પટેલ સામે ગુનો નોંધ્યો છે. ત્યારે સવાલ એ થાય છે કે, જો અગાઉના અકસ્માતમાં સમાધાન ન થયું હોત અને પોલીસ ફરિયાદ થઈ હોત તો નબીરાને પ્રયાસ ન કર્યો હોત તો ઈસ્કોન બ્રિજ પર 9 જેટલા નિર્દોષ લોકોના જીવ કદાચ બચી ગયા હોત. આમ માત્ર 20 દિવસના સમયગાળામાં જ તથ્ય પટેલે પહેલા થાર અને પછી જગુઆર કાર વડે બે-બે અકસ્માતો સર્જ્યા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT