3900 કરોડનો ભ્રષ્ટાચાર ખુલ્યોઃ લાઈટબિલનો ખેલ અને અદાણી પાવરને લીલા લેર- કોંગ્રેસનો દાવો
અમદાવાદઃ સરકાર અને અદાણી વચ્ચેની પ્રેમ ભાવનાને લઈને ઘણી વખત શંકાઓ ઊભી થઈ છે અને તંત્રએ તે શંકાઓ પૈકીની કેટલી શંકાઓ દુર કરતા ખુલાસા કર્યા…
ADVERTISEMENT
અમદાવાદઃ સરકાર અને અદાણી વચ્ચેની પ્રેમ ભાવનાને લઈને ઘણી વખત શંકાઓ ઊભી થઈ છે અને તંત્રએ તે શંકાઓ પૈકીની કેટલી શંકાઓ દુર કરતા ખુલાસા કર્યા છે તે આપ જાણો છો. હાલમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા સરકાર અને અદાણીના વધુ એક પ્રેમ પ્રકરણની વાત કરવામાં આવી છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે વિવિધ દસ્તાવેજી પુરાવાઓ સાથે મીડિયાને કેટલીક જાણકારીઓ આપી છે. જેમાં ભ્રષ્ટાચાર મુક્ત સરકારની વાતો કરતી ભાજપ સરકાર પર ગંભીર આરોપો મુકાયા છે. માનીતા ઉદ્યોગપતિઓને માલામાલ કરી તાગડધીન્ના થાય તેવા કામ કરવા મામલે જનતાની તિજોરી ખુલ્લી મુકી ખુલ્લી લૂંટ ભાજપના શાસનમાં ચાલી રહી હોવાનું શક્તિસિંહ ગોહિલ જણાવે છે.
સરકારે કેવી રીતે અદાણી સામે ખુલ્લી મુકી જનતાની તિજોરી?
શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL)એ વીજળીની ખરીદી માટે પાવર પર્ચેઝ એગ્રીમેન્ટ (PPA) અદાણી પાવર સાથે કર્યો હતો. આ એગ્રીમેન્ટ પ્રમાણે એનર્જી ચાર્જીસ એટલે કે કોલસાની ખરીદ કિંમત પર અદાણી પાવર મુન્દ્રા લિ.ને રૂપિયા આપવા માટે સ્કિમ બની હતી. અદાણી પાવરે ખરીદેલા કોલસાના બીલો સ્પર્ધાત્મક રીતે ખરીદ્યા હતા. જેના દસ્તાવેજ અને પારદર્શિતા તમામ પેપર રજૂ કરવામાં આવે, જીયુવીએનએલ તેની તપાસ કરે અને સરખામણી કોલસા આંતરરાષ્ટ્રીય બજાર ભાવ નક્કી કરતી સંસ્થા ARGUSના ભાવ સાથે કરે. જો અદાણીએ ખરીદેલો કોલસો ઓછી કિંમતનો છે તો તેને ધ્યાને લેવાનું અને જો ARGUSના ભાવ ઓછા હોય તેને ધ્યાને લઈ અદાણીને કેટલા રૂપિયા મળે છે તેવી સ્પષ્ટ જોગવાઈ છે છતા વર્ષ 2018થી અત્યારે વર્ષ 2023 સુધી 5 વર્ષમાં અદાણીને 13802 કરોડ રૂપિયા ચુકવાયા છે.
ADVERTISEMENT
તપાસની બીક લાગી તો લખી દીધો પત્ર?
તેમણે કહ્યું કે ખરેખર અદાણીને મળવાપાત્ર રૂપિયા 9902 કરોડ જ થાય છે. તો અહીં 3900 કરોડ વધારે આપી દેવાયા છે. હિંડનબર્ગના રિપોર્ટ, સુપ્રીમ કોર્ટ તપાસ કમિટી અને સેબીની તપાસ શરૂ થઈ હતી. ઉપરાંત જેપીસી વિરોધપક્ષે માગી ત્યારે અધિકારીઓ અને મોટાભ્રષ્ટાચારમાં પોતાને તકલીફો ના પડે તે માટે જીયુવીએનએલ દ્વારા અદાણી પાવર મુન્દ્રા લી.ને પત્ર લખીને કહેવામાં આવ્યું કે, વારંવાર માગણી કરવા છતા અદાણી પાવર દ્વારા ખરીદેલા કોલસાના બિલો અપાતા નથી. સ્પર્ધાત્મક ભાવ અંગેના ડોક્યુમેન્ટ્સ અપાતા નથી. માત્ર ચોક્કલ લોકો સામેથી ઊંચા ભાવે કોલસો ખરીદ્યાની વાત કરીને 13802 કરોડ રૂપિયા તેણે સરકાર પાસેથી લઈ લીધા છે.
મુન્દ્રાના પ્રતિષ્ઠિત પરિવારના પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયોઃ 50,000નો મોબાઈલ બન્યો હત્યાનું કારણ
તેમણે કહ્યું કે, જ્યારે તપાસ થશે તેવી બીક લાગી ત્યારે પત્ર લખી નાખવામાં આવ્યો છે. આ નાણાંનો બોજો ગુજરાતની જનતાને વીજળીનો ઉપયોગ કરપનારાઓને માથે ઝીંકાયો છે. માનીતા ઉદ્યોગપતિઓ માલામાલ અને ગુજરાતીઓને મોંઘી વીજળી ખરીદવી પડે છે. કોના કહેવાથી આટલી મોટી રકમ મળતીયા કંપનીને આપી દેવામાં આવી તે અંગે તટસ્થ તપાસની કોંગ્રેસ માગ કરી રહ્યું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT