ધોરણ-1માં પ્રવેશ માટે 6 વર્ષની વય ફરજિયાત, હાઈકોર્ટના ચૂકાદાથી વાલીઓને ઝટકો

ADVERTISEMENT

gujarattak
social share
google news

Ahmedabad News: ગુજરાતમાં શાળાઓમાં ધોરણ -1માં પ્રવેશ માટે 6 વર્ષની ઉંમરને ફરજિયાત કરવાના સરકારના નિર્ણયને હાઈકોર્ટે માન્ય રાખ્યો છે. નવા સત્રમાં જે બાળકોને 6 વર્ષ પૂરા થયા હોય તેમને જ ધો.1માં પ્રવેશ અપાશે. આ સાથે જ હાઈકોર્ટે ધો.1માં પ્રવેશ માટેની વયમાં રાહત આપવાની વાલીઓની અરજીને ફગાવી દીધી હતી. સાથે જ હાઈકોર્ટે પ્રી-સ્કૂલમાં 3 વર્ષથી નાની ઉંમરના બાળકોને મૂકવા ગેરકાયદેસર ગણાવ્યું છે.

સરકારના નિર્ણય સામે વાલીઓએ કોર્ટમાં અરજી કરી હતી

વિગતો મુજબ, અનેક વાલીઓએ અરજી કરી હતી કે, લાખો બાળકોએ પ્રિ-સ્કૂલ અને જુનિયર-સિનિયર કેજીનો અભ્યાસ પૂર્ણ કર્યો છે અને હવે ધો.1માં પ્રવેશ લેવાનો છે, પરંતુ તેમના 6 વર્ષ પૂરા ન થયા હોવાથી તેમને ફરી સિનિયર કેજી કરવું પડી શકે છે. એવામાં સરકારના 6 વર્ષ ફરજિયાતના નિયમમાં 1 વર્ષની છૂટ મળવી જોઈએ. જેનો સરકાર દ્વારા વિરોધ કરાયો હતો અને જણાવાયું હતું કે, કેન્દ્ર સરકારે નવી બનાવેલી એજ્યુકેશન પોલિસી મુજબ તમામ રાજ્યોએ ધો.1માં પ્રવેશ માટે 6 વર્ષની ઉંમરનો ફરજિયાત અમલ કરવા આદેશ અપાયો છે, તેમાં 3 વર્ષનો સમય મળ્યો હતો. સરકાર આમા હસ્તક્ષેપ ન કરી શકે.

એવામાં સરકાર દ્વારા 2021, 2022 અને 2023ના જૂન સુધીમાં જે બાળકોએ પાંચ વર્ષ પૂર્ણ કર્યા હોય તો તેમને પહેલા ધોરણમાં પ્રવેશ આપવા પર રાહત આપી હતી. જોકે જૂન 2023માં મર્યાદા પૂરી થતા વાલીઓએ હાઈકોર્ટમાં અરજી કરીને તેમાં વધુ રાહત માંગી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT