સુરતી વેપારીઓને કર્ણાટકની ચૂંટણીના કારણે 100 કરોડના બિઝનેસની શક્યતા
સુરતઃ સુરતના વેપારીઓ માટે કર્ણાટકની વિધાનસભા ચૂંટણી મોટો બિઝનેસ પણ લઈને આવી છે. કર્ણાટકમાં હાલમાં જ ચૂંટણી દરમિયાન સુરતના પોલિસ્ટર કાપડ અને તેની પ્રિન્ટિંગના ભાવ…
ADVERTISEMENT
સુરતઃ સુરતના વેપારીઓ માટે કર્ણાટકની વિધાનસભા ચૂંટણી મોટો બિઝનેસ પણ લઈને આવી છે. કર્ણાટકમાં હાલમાં જ ચૂંટણી દરમિયાન સુરતના પોલિસ્ટર કાપડ અને તેની પ્રિન્ટિંગના ભાવ ઓછા હોઈ મોટા ભાગના રાજકીય પક્ષો દ્વારા પોતાના ઝંડા, ટોપી, ખેસ વગેરે જેવા પ્રિન્ટિંગ અને કાપડને લગતા ચૂંટણી કેમ્પેઈનિંગ દરમિયાનના મટિરિયલ્સ માટે સુરત પર પસંદગીનો કળશ ઢોળાતો હોય છે. સુરતમાં આ ઓર્ડર આપવાનો રાજકીય પક્ષોને પણ ફાઈનાન્શીયલ રીતે ઘણો ફાયદો છે. આ વખતે મળેલા ઓર્ડરને કારણે વેપારીઓનું માનવું છે કે સુરતને અંદાજીત 100 કરોડ સુધીનો બિઝનેસ મળ્યો હોઈ શકે છે. ઉપરાંત હજુ આગામી દિવસોમાં બીજા ત્રણ રાજ્યોમાં પણ ચૂંટણીને લઈને સુરતને 250 કરોડ કે તેથી વધુના ઓર્ડર મળે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે.
સુરતમાં પ્રિન્ટિંગનો કેમ નેતાઓને રસ?
સુરતને હાલમાં ચૂંટણીનો સમય ઘણો ફળે તેવું ચિત્ર ઉપસ્યું છે. સુરતા ધંધાદારીઓ માટે હાલમાં રાજકીય પક્ષોના વિવિધ મટિરિયલના ઓર્ડરમાં મોટો બિઝનેસ મળે તેમ છે. સૂત્રોની જાણકારી પ્રમાણે દેશના લગભગ મોટાભાગના રાજ્યોમાં ચૂંટણી આવે ત્યારે પ્રચાર માટે વપરાતા ખેસ, ટોપી, ઝંડા વગેરે જેવી સામગ્રીઓની વહેંચણી રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવતી હોય છે. પોતાના ઈલેક્શન કેમ્પેઈન દરમિયાન ખર્ચનું પણ એટલું જ બારીકાઈથી ધ્યાન રાખવામાં આવતું હોય છે જેટલું બેઠકો અને મતોનું. કારણ કે ચૂંટણી દરમિયાન નેતાઓ પણ પોતાના કેમ્પેઈનિંગ પાછળના ખર્ચના બજેટ હેઠળ ચાલતા હોય છે. આ નિર્ધારિત બજેટની અંદર તેમને સતત સસ્તુ અને સારું શું છે તેની શોધ રહેતી હોય છે અને સુરતમાં આ પ્રકારની સામગ્રીઓ ઘણા સસ્તા દરે થઈ જાય છે. સાથે જ સુરતમાં પાર્ટીઓને જોઈએ તેવું મટિરિયલ પણ ઈઝિ અવેઈલેબલ રહે છે. ચૂંટણીના બે ત્રણ મહિનાઓ પહેલા જ આ બધી કામગીરીઓ શરૂ થાય છે. જેમાં સુરતના જ વેપારીઓ સતત પાર્ટીઓ અને વિવિધ દાવેદારો સાથે સંપર્કો શરૂ કરી પોતાના ભાવતાલ અને બિઝનેસને લગતી ચર્ચાઓ કરી લેતા હોય છે. જેના કારણે ઘણા રાજ્યોમાં રાજકીય પક્ષો સુરતમાં આ પ્રકારની સામગ્રીઓના ઓર્ડર કરતા થયા છે. આ વખતે કર્ણાટકની ચૂંટણીમાં વેપારીઓને અંદાજ છે કે 50થી 100 કરોડનો વેપાર થશે.
Exclusive: સટ્ટાકિંગ અને વોન્ટેડ જીતુ થરાદની CM અને રાજ્યપાલ સાથે સહપરિવાર ભોજન કરતી તસ્વીર વાયરલ
આગામી ત્રણ રાજ્યોની ચૂંટણીમાં પણ અધધધ ધંધો
આપણે જાણીએ છીએ કે નેતાઓને ખર્ચ કરવા માટેના નિયમો ચૂંટણી પંચ દ્વારા જાહેર છે. દેશમાં પંચાયત કક્ષાની ચૂંટણી હોય કે પછી લોકસભા કે વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર પ્રસાર પર મોટો ખર્ચ થતો હોય છે. ખર્ચાને કાબુમાં કરવા માટે પણ નિયમોની અંદર ફીટ બેસવું પણ નેતાઓ માટે એટલું જ જરૂરી છે. ત્યારે સુરત માટે આગામી ત્રણ રાજ્યોની ચૂંટણીઓ પણ મોટો બિઝનેસ લઈને આવે તેમ છે. આગામી સમયમાં છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનની ચૂંટણીઓ આવી રહી છે. જેમાં વિવિધ રાજકીય પાર્ટીઓ એડી ચોટીનું જોર લગાવશે તે નક્કી છે. ચૂંટણી પ્રચાર દરમિયાન ઠેરઠેર લગાવાતા ઝંડા, સમર્થકો અને લોકોમાં વહેંચાતી ટોપી અને ખેસ જેવી સામગ્રીઓ રાજકીય પક્ષો માટે જરૂરી સામગ્રીઓમાં આવે છે. આ દરમિયાન સુરતને 250 કરોડથી વધુનો વેપાર મળે તો નવાઈ નહીં.
ADVERTISEMENT
ADVERTISEMENT