આઝાદીના દિવસે જ SBIના ગ્રાહકોને મળ્યો ઝટકો, EMIનું ભારણ વધશે

ADVERTISEMENT

gujarattak
social share
google news

મુંબઈ: આઝાદીના 75 વર્ષ પૂરા થવા પર ભારત અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે. આ વચ્ચે દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ પોતાના કસ્ટમર્સનો જોરદાર ઝટકો આપ્યો છે. હકીકતમાં SBIએ પોતાની માર્જિનલ કોસ્ટ બેઝ્ડ લેન્ડિંગ રેટ (MCLR)માં 20 બેસિસ પોઈન્ટને વધારો કર્યો છે. આ બાદ બેંકમાંથી લોન લેવાનું વધારે મોંઘું થઈ જશે. નવા રેટ 15મી ઓગસ્ટથી જ લાગુ થઈ ગયા છે.

RBIના નિર્ણય બાદ જાહેરાત
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની વેબસાઈટ મુજબ, જુદા જુદા ટેન્યોર માટે લોન લેવા MCLRના દરોમાં વધારો કરાયો છે. બેંક તરફથી આ નિર્ણય રિઝર્વ બેંક ઈન્ડિયા દ્વારા રેપો રેટમાં વધારો કર્યા બાદ લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, મોંઘવારીને કાબૂમાં કરવા માટે આ મહિનાની શરૂઆતમાં આરબીઆઈએ રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટની વૃદ્ધિ કરી હતી.

ફેરફાર બાદ નવા રેટ આ પ્રકારે હશે
સ્ટેટ બેંકે લોનના વ્યાજ રેટમાં વધારો કર્યા બાદ હવે ત્રણ મહિનાના સમય માટે MCLR રેટ 7.15 ટકાથી વધીને 7.35 ટકા થઈ ગયો છે. જ્યારે છ મહિનાના સમયગાળાની લોન પર તેને વધારીને 7.45થી 7.65 ટકા કરી દેવામાં આવ્યો છે. એક વર્ષની લોન પર MCLR રેટ 7.50 ટકાની જગ્યાએ 7.70 ટકા અને બે વર્ષની લોન માટે 7.70 ટકાથી 7.90 ટકા કરી દેવાઈ છે. આ ઉપરાંત ત્રણ વર્ષના સમય માટે આ રેટ 7.80 ટકાની જગ્યાએ 8.00 ટકા થઈ ગયો છે.

ADVERTISEMENT

ત્રણ મહિનામાં ત્રીજી વખત ઝટકો
SBIના કસ્ટમર્સ માટે બેંક દ્વારા છેલ્લા ત્રણ મહિનામાં ત્રીજી વખત ઝટકો અપાયો છે. સ્ટેટ બેંકે મે મહિનાથી અત્યાર સુધી MCLRમાં 50 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. MCLRના રેટની સાથે જ SBIએ એક્સટર્નલ બેંચમાર્ક બેઝ્ડ લેન્ડિંગ રેટ અને રેપો લિંક્ડ લેન્ડિંગ રેટમાં પણ 50 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. આ રેટ પણ 15 ઓગસ્ટથી લાગુ થઈ ગઈ છે. આ પહેલા HDFC, બેંક ઓફ બરોડા, IDFC First અને કેનેરા બેંકે પણ આ રેટ વધાર્યા હતા.

    follow whatsapp

    ADVERTISEMENT