રૂ.1000થી 1.40 કરોડ... શેર બજારમાં આ શખ્સે કેવી રીતે કરી રેકોર્ડ બ્રેક કમાણી?
કોઈ પણ શેરના મેલ્ટીબેગર રિટર્ન (Multibagger Return) આપવાની ઘણી સ્ટોરી સાંભળી અથવા વાંચી હશે કે જો તે સમયે થોડા પૈસા રોક્યા હોત તો આજે લાખોના માલિક અથવા કરોડાના માલિક હોત.
ADVERTISEMENT
Share Market: કોઈ પણ શેરના મેલ્ટીબેગર રિટર્ન (Multibagger Return) આપવાની ઘણી સ્ટોરી સાંભળી અથવા વાંચી હશે કે જો તે સમયે થોડા પૈસા રોક્યા હોત તો આજે લાખોના માલિક અથવા કરોડાના માલિક હોત. પરંતુ એવું બહું ઓછું સાંભળ્યું હશે કે કોઈએ એક કંપનીના શેરમાં માત્ર 1000 રૂપિયાનું રોકાણ કરીને આજે કરોડો રૂપિયા કમાયા હોય. એક રિટાયર્ડ એન્જિનિયરે આવું જ કંઈક કર્યું છે.
એક રિટાયર્ડ એન્જિનિયરે માત્રે 1000 રૂપિયાનું રોકાણ કરીને આજે લગભગ 1.40 કરોડ રૂપિયા બનાવી લીધા છે. લુધિયાણાના કુલદીપ સિંહ (ઉં.વ 65)એ ઈક્વિટી માર્કેટમાં તેમની લોન્ગ જર્નીને શેર કરી છે. તેમણે જણાવ્યું કે કેવી રીતે તેમણે લાંબા સમયમાં કરોડો રૂપિયા કમાયા છે. ખરેખર કુલદીપ સિંહે 1986માં JB કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ (JB Chemicals And Pharmaceuticals)ના IPO દરમિયાન તેમાં 1000 રૂપિયાનું રોકાણ કર્યું હતું. સ્ટોક સ્પ્લિટ અને બોનસ ઇશ્યૂ બાદ 7 જૂન, 2024ના રોજ તેમના ઈન્વેસ્ટમેન્ટની વેલ્યૂ 1.36 કરોડ રૂપિયા હતી.
IPOથી મળ્યા હતા માત્ર 100 શેર
બિઝનેસ ટુડે ટીવી સાથે વાત કરતા લુધિયાણાના કુલદીપ સિંહે જણાવ્યું કે, 1986માં 10 રૂપિયાની ફેસ વેલ્યુ પર 100 શેર મળ્યા હતા. હાલમાં તેમની પાસે જેબી કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સના 7,580 શેર છે અને 7 જૂન, 2024ના રોજ આ શેરની કિંમત રૂ. 1800 પર બંધ થઈ હતી. કુલદીપ સિંહ 2017માં પંજાબ સ્ટેટ કોર્પોરેશન લિમિટેડમાંથી ડેપ્યુટી ચીફ એન્જિનિયરના પદ પરથી નિવૃત્ત થયા હતા. તેમના પોર્ટફોલિયોની કિંમત રૂ. 4 કરોડ છે, જેમાં કેટલાક અન્ય શેર પણ સામેલ છે.
ADVERTISEMENT
કેવી રીતે થઈ આટલી કમાણી?
સામાન્ય રીતે કહીએ તો કુલદીપ સિંહે એક લાંબા સમય સુધી એટલે કે લગભગ 38 વર્ષમાં શેરબજારમાંથી મોટા પૈસા બનાવ્યા છે. તેમની શેર માર્કેટ સાથે જોડાયેલી તેમની કહાની રોકાણકારો માટે એક શબક સમાન છે. આ દર્શાવે છે કે ધીરજપૂર્વક રોકાણ કરવાથી બજારની વધઘટ હોવા છતાં સમયની સાથે શાનદાર રિટર્ન મળી શકે છે. એક્સપર્ટ્સ પણ રોકાણકારોને લોન્ગ ટર્મ સુધી રોકાણ કરવાથી સલાહ આપે છે.
ADVERTISEMENT