રતન ટાટા થયા ઈમોશનલ, જાણો શું કહ્યું એકલતા અંગે

ADVERTISEMENT

Ratan Tata
Ratan Tata
social share
google news

નવી દિલ્હી: રતન ટાટાએ મંગળવારે વૃદ્ધોની સેવા માટે સ્ટાર્ટઅપ ગુડફેલોમાં રોકાણની જાહેરાત કરી હતી. આ અવસરે તેણે પોતાની એકલતાની પીડા પણ સંભળાવી અને કહ્યું કે જ્યારે તમે વૃદ્ધ થાઓ ત્યારે કેવું લાગે છે. આ સ્ટાર્ટઅપ ટાટાની ઓફિસમાં કામ કરતા શાંતનુ નાયડુ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે.

આ સ્ટાર્ટઅપ શરૂ કરનાર શાંતનુ નાયડુ 30 વર્ષના છે અને કોર્નેલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. હાલમાં તેઓ ટાટા ઓફિસમાં જનરલ મેનેજર તરીકે કાર્યરત છે. આ સાથે શાંતનુ 2018થી રતન ટાટાને સલાહ આપી રહ્યા છે. શાંતનુએ પણ સતત પોતાનો પ્રાણીપ્રેમ શેર કર્યો છે અને પાળતુ પ્રાણી સંબંધિત સાહસો પણ શરૂ કર્યા છે.

રોકાણ અંગે નથી આપી માહિતી
રતન ટાટાએ ગુડફેલોમાં કેટલું રોકાણ કર્યું છે તેની માહિતી શેર કરવામાં આવી નથી. જોકે, લોન્ચિંગ પ્રસંગે તેણે શાંતનુને તેના પગલા બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ સ્ટાર્ટઅપ યુવાનોને વૃદ્ધ લોકોનો સહારો બનાવશે. તેમની એકલતા દૂર કરવા માટે, આ યુવાનો વડીલો સાથે કેરમ રમતા, તેમના માટે અખબારો વાંચતા અને તેમને આરામ કરવામાં મદદ કરતા. ટાટાએ કહ્યું કે તેઓ આ સ્ટાર્ટઅપને આગળ વધતા જોઈને ખૂબ જ ખુશ થશે.

ADVERTISEMENT

જાણો શું કહયું એકલતા વિષે
સ્ટાર્ટઅપ લૉન્ચ વખતે રતન ટાટાએ કહ્યું, ‘તમને ખબર નથી કે એકલા રહેવામાં શું લાગે છે? જ્યાં સુધી તમને એકલા સમય વિતાવવા માટે ફરજ પાડવામાં ન આવે ત્યાં સુધી તમને તે અનુભવાશે નહીં.’ 84 વર્ષીય બેચલર ટાટાએ વધુમાં કહ્યું કે જ્યાં સુધી તમે ખરેખર વૃદ્ધ ન થાઓ ત્યાં સુધી કોઈ પણ વૃદ્ધ થવા માંગતું નથી. વૃદ્ધોની એકલતાની સમસ્યાને દૂર કરવા માટે આવા સ્ટાર્ટઅપ શરૂ કરવાનો આનંદ છે.

આગળનો શું પ્લાન છે નાયડુનો
આ પ્રસંગે શાંતનુ નાયડુએ કહ્યું કે નાયડુએ રતન ટાટાને બોસ, એક માર્ગદર્શક અને મિત્ર ગણાવ્યા. તેમણે કહ્યું કે તેઓ તેમના સ્ટાર્ટઅપ ગુડફેલોની સેવાઓ માત્ર મુંબઈમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ઉપલબ્ધ કરાવવા માંગે છે. કંપની નાણાકીય રાજધાની મુંબઈમાં તેના બીટા તબક્કામાં છેલ્લા છ મહિનાથી 20 વૃદ્ધ લોકો સાથે કામ કરી રહી છે. ભવિષ્યમાં આ  કંપની પુણે, ચેન્નાઈ અને બેંગ્લોરમાં પણ તેની સેવાઓ આપશે. શાંતનુએ કહ્યું કે તેઓ ધીમે ધીમે સેવાઓનો વિસ્તાર કરવા માંગે છે, જેથી આ સ્ટાર્ટઅપની સેવાઓની ગુણવત્તા સાથે કોઈપણ રીતે ચેડા ન થાય.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT