તમારી પાસે છે આ શેર? 4 વર્ષમાં 5500% રિટર્ન, 25થી 1400 રૂપિયાએ પહોંચી કિંમત
Multibagger Stocks: રેલવે સેક્ટરનો શેર ટીટાગઢ રેલ સિસ્ટમ્સનો શેર બુધવારે તોફાની તેજી સાથે ભાગ્યો છે. ટીટાગઢ રેલ સિસ્ટમના શેરમાં આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં 11 ટકાથી વધારેની તેજી આવી છે અને તે 1400 રૂપિયાની કિંમતે પહોંચી ગયો છે.
ADVERTISEMENT

Multibagger Stocks: રેલવે સેક્ટરનો શેર ટીટાગઢ રેલ સિસ્ટમ્સનો શેર બુધવારે તોફાની તેજી સાથે ભાગ્યો છે. ટીટાગઢ રેલ સિસ્ટમના શેરમાં આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં 11 ટકાથી વધારેની તેજી આવી છે અને તે 1400 રૂપિયાની કિંમતે પહોંચી ગયો છે. તે તેના ઓલ ટાઈમ હાઈ લેવલ 1413.45 રૂપિયા પર પહોંચ્યો છે. 4 વર્ષ પહેલા આ શેર માત્ર 24 રૂપિયાની કિંમતે ટ્રેડિંગ કરી રહ્યો હતો.
24 રૂપિયાનો શેર 1400 રૂપિયાએ પહોંચ્યો
4 વર્ષમાં ટીટાગઢ રેલ સિસ્ટમનો શેર 24 રૂપિયાની કિંમતથી 1400 રૂપિયાના લેવલને સ્પર્શી ગયો છે. આ સમયગાળા દરમિયાન આ રેલવે શેરમાં 5500 ટકાથી વધારેનો ઉછાળો આવ્યો છે. આ કંપનીના શેરની 52 સપ્તાહની નીચલી સપાટી 346.40 રૂપિયા છે. તેનું માર્કેટ કેપ 16,856 કરોડ રૂપિયા છે. ટીટાગઢ રેલવે સિસ્ટમના શેરનો ROE 12.83 ટકા અને PE રેશિયો 7.56 છે.
56 લાખ રૂપિયાથી વધારેની કમાણી!
ટીટાગઢ રેલ સિસ્ટમ (Titagarh Rail Systems)ના શેર 27 માર્ચ 2020ના 24.50 રૂપિયા પર હતા. રેલ કંપનીના શેર 29 મે 2024ના રોજ 1413.45 રૂપિયા પર પહોંચી ગયા છે. ટીટાગઢ રેલ સિસ્ટમ્સના શેરમાં છેલ્લા 4 વર્ષમાં 5500 ટકાથી વધુની તેજી આવી છે. જો કોઈ વ્યક્તિએ 27 માર્ચ 2020ના રોજ ટીટાગઢ રેલ સિસ્ટમના શેરમાં 1 લાખ રૂપિયા લગાવ્યા હોત તો વર્તમાન સમયમાં 1 લાખ રૂપિયાના શેરની વેલ્યૂ 56 લાખ રૂપિયાથી વધારે થઈ ગઈ હોત.
ADVERTISEMENT
1 વર્ષમાં 300 ટકાનું રિટર્ન
જો કોઈએ એક વર્ષ પહેલા આ શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત, તો તે એક લાખ રૂપિયાના આજે 4 લાખ રૂપિયા થઈ ગયા હોત. એક વર્ષ દરમિયાન આ શેરે લગભગ 300 ટકાનું રિટર્ન આપ્યું છે. 29 મે 2023ના રોજ આ શેર 352 રૂપિયા પર હતા. એક મહિનામાં ટીટાગઢ રેલ સિસ્ટમના શેર 33.33 ટકા ઉપર ચઢ્યા છે. જ્યારે પાંચ વર્ષમાં આ શેરમાં 1781 ટકાની તેજી આવી છે.
ADVERTISEMENT