Opening Bell: સામાન્ય તેજી સાથે થઈ શેરબજારની શરૂઆત

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ટ્રેડિંગ સપ્તાહના પ્રથમ દિવસે શેર બજારની શરૂઆત સામાન્ય તેજી સાથે જોવા મળી. શેરબજારની શરૂઆત આજે લગભગ સપાટ થઈ હતી અને બજારે મામૂલી અપટ્રેન્ડ નોંધાવ્યો હતો. બજાર ખુલ્લું હોય ત્યારે સામાન્ય તેજી હતી પરંતુ થોડા જ સમયમાં તેજીનો માહોલ જોવા મળ્યો. બજાર ખુલતાની સાથે જ ઓટો, બેંકિંગ અને મેટલ શેરોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.

BSE સેન્સેક્સ ખુલ્યાની 5 મિનિટ પછી સારો ઉછાળો જોઈ રહ્યો છે અને તે 236 પોઈન્ટ વધીને 59,040ની સપાટીએ પહોંચ્યો હતો. બીજી તરફ NSEનો નિફ્ટી 62.25 પોઈન્ટ વધીને 17,601ની સપાટી પર પહોંચી ગયો છે. આજના બજારની શરૂઆત લીલા નિશાનમાં થઈ છે પરંતુ લગભગ સપાટ કારોબાર જોવા મળી રહ્યો છે. BSE નો 30 શેરો વાળા ઈન્ડેક્સ સેન્સેક્સ 10.75 પોઈન્ટ વધીને 58,814ની સપાટી પર ખૂલ્યો છે. બીજી તરફ નિફ્ટીએ 7 પોઈન્ટ વધીને 17,546ની સપાટી પર શરૂઆત કરી છે.

સેન્સેક્સના 30 શેરોમાંથી 20 શેર ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા છે અને 10 શેર ડાઉન છે. બીજી તરફ નિફ્ટીના 50માંથી 29 શેરોમાં તેજી જોવા માંલઈ રહી છે અને 21 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બેન્ક નિફ્ટીની વાત કરવામાં આવે તો તે 266 પોઈન્ટ વધીને 39,687 પર ટ્રેડ કરી રહ્યો છે. વધતા શેરની વાત કરવામાં આવે તો, ITCના શર્મા એક ટકાથી વધુનો ઉછાળો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત ICICI બેંક, HCL ટેક, ટેક મહિન્દ્રા, ટાટા સ્ટીલ, ઇન્ડસઇન્ડ બેંક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, NTPC, એક્સિસ બેંક, ભારતી એરટેલ, કોટક મહિન્દ્રા બેંક, L&T, SBI, ઇન્ફોસીસ, TCS, સન ફાર્મા, HDFC બેંક, L&T, ટાઇટન અને બજાજ ફાઇનાન્સના શેરમાં પણ વધારો જોવા માંલઈ રહ્યો છે.

ADVERTISEMENT

આ શેરમાં થયો ઘટાડો
આજના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહેલા શેરની વાત કરવામાં આવે તો, એશિયન પેઇન્ટ્સ, વિપ્રો, અલ્ટ્રાટેક સિમેન્ટ, એચયુએલ, ડૉ રેડ્ડીઝ લેબોરેટરીઝ, એમ એન્ડ એમ, પાવરગ્રીડ અને નેસ્લેની સાથે મારુતિ સુઝુકીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

    follow whatsapp

    ADVERTISEMENT