દિવાળી પર ભારે ડિસ્કાઉન્ટના ચક્કરમાં ક્યારેય ન કરતા આ ભૂલ, ઠગો સાફ કરી નાખશે બેંકનું ખાતું

ADVERTISEMENT

gujarattak
social share
google news
Scam Alert:દિવાળીના તહેવારને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. દિવાળીના અવસર પર લોકો ખુશીઓ મનાવે છે. આ દરમિયાન લોકો શોપિંગ પણ ઘણી કરે છે. તહેવાર પર અલગ-અલગ જગ્યાએ ઓનલાઈન અને ઓફલાઈન અનેક પ્રકારના ડિસ્કાઉન્ટ ઓફર્સ પણ આપવામાં આવે છે જેથી કરીને લોકોને આકર્ષી શકાય. આ ઓફર્સ દ્વારા લોકોને ખૂબ જ સસ્તા ભાવે સામાન પણ મળી શકે છે. તો તેનો ફાયદો ઠગો પણ ઉઠાવે છે અને લોકોને છેતરપિંડીની જાળમાં ફસાવે છે.

લાગી શકે છે લાખો રૂપિયાનો ચૂનો

દિવાળીના અવસર પર લોકો ખરીદીમાં એટલા વ્યસ્ત થઈ જાય છે કે તેઓ સાચા-ખોટાનો ભેદ પારખી શકતા નથી, જેના કારણે તેઓ છેતરપિંડીનો શિકાર બને છે. દિવાળી પર ઠગો દ્વારા યુઝર્સને અનેક લિંક્સ મોકલવામાં આવે છે. જેના પર ક્લિક કરવાથી ખાતામાંથી પૈસા પણ ખાલી થઈ શકે છે. આવી સ્થિતિમાં દિવાળીના અવસર પર એક નાની ભૂલથી લાખો રૂપિયાનો ચૂનો પણ લાગી શકે છે.

ફેક લિંક

દિવાળી નજીક આવતા ઠગો લોકોનો વોટ્સએપ, ઈમેલ અને મેસેજ દ્વારા સંપર્ક કરે છે અને તેમને લિંક્સ મોકલે છે. જેમાં ભારે ડિસ્કાઉન્ટ, લકી ડ્રો દ્વારા ફ્રીમાં સામાન અથવા રોકડ વગેરે જેવી લાલચ આપવામાં આવે છે. લોકો તેમની વાતમાં આવીને છેતરપિંડીનો ભોગ બને છે.

બેંક એકાઉન્ટ કરે છે સાફ

આવી સ્થિતિમાં જો લોકો તેમની વાતમાં આવીને કોઈ લિંક પર ક્લિક કરે છે તો લોકોની ખાનગી માહિતી ઠગો પાસે પહોંચી જાય છે અને ઠગો લોકોના બેંક એકાઉન્ટને હેક કરીને આખું ખાતુ સાફ કરી શકે છે. દિવાળીના અવસર પર પણ ઠગો એક્ટિવ રહે છે. આવી સ્થિતિમાં લોકોને કોઈ અજાણી લિંક પર ક્લિક ન કરવાની સલાહ આપવામાં આવે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT