મુકેશ અંબાણીએ છેલ્લા 2 વર્ષથી કોઈ પગાર લીધો નથી, જાણો શું છે કારણ

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: વિશ્વના ટોપ-10 અબજપતિઓની યાદીમાં જેમનો સમાવેશ થાય છે તેવા ગુજરાતના ઉધ્યોગ પતિ મુકેશ અંબાણી પગાર વગર પોતાનું પદ સંભાળી રહ્યા છે. આ સતત બીજું વર્ષ છે જ્યારે તેણે પોતાના કામ માટે એક પણ રૂપિયાનો પગાર લીધો નથી.

અંબાણીએ કોરોના મહામારીને કારણે દેશના વેપાર અને અર્થવ્યવસ્થા પર પડેલી અસરને ધ્યાનમાં રાખીને સ્વેચ્છાએ પોતાનો પગાર છોડી દીધો હતો. આ સતત બીજું વર્ષ છે જ્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ કોઈ જ પગાર લીધો નથી. જૂન 2020 માંજ તેણે 2020-21 માટે તેમનો પગાર છોડી દેવાનો નિર્ણય કર્યો. RIL દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના અહેવાલમાં એવું કહેવામાં આવ્યું છે કે નાણાકીય વર્ષ 2020-21 માટે મુકેશ અંબાણીની સેલરી શૂન્ય રહી હતી. મુકેશ અંબાણીએ વર્ષ 2021-22માં પણ તેની ફ્લેગશિપ કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પાસેથી કોઈ પગાર લીધો ન હતો.

રિલાયન્સ ચીફે કોરોના મહામારી દરમિયાન ઔદ્યોગિક ક્ષેત્રે પડી રહેલી નકારાત્મક અસરને કારણે પગાર ન લેવાનો નિર્ણય લીધો હતો. આ સાથે તેમણે તેમના પદની જવાબદારી સ્વીકારવા માટે મેળવેલા તમામ પ્રકારના ભથ્થાં, કમિશન, સહિતની સુવિધાઓ પણ છોડી દીધી હતી . એટલે કે સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવે તો તેણે કંપનીમાં બે વર્ષથી કામ કરવાનો કોઈ પણ પ્રકારનો લાભ લીધો નથી.

ADVERTISEMENT

કોરોનાની શરૂઆત સુધી મુકેશ અંબાણી રિલાયન્સના ચેરમેન અને એમડીનો હોદ્દો સંભાળવા માટે 15 કરોડ રૂપિયાનો પગાર મળી રહ્યો હતો. મુકેશ અંબાણીને વર્ષ 2008-9 થી લઈને વર્ષ 2019-20 સુધી તેમનો પગાર 15 કરોડ રૂપિયા હતો વર્ષ 2008 -09થી પગારમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો ન હતો. મુકેશ અંબાણી પણ વિશ્વના ટોપ-10 અબજપતિઓની યાદીમાં સામેલ છે. તેઓ 94 અબજ ડોલરની સંપત્તિ સાથે વિશ્વના 10મા સૌથી ધનિક વ્યક્તિ છે.

નીતા અંબાણીની સેલેરી
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના વાર્ષિક અહેવાલ પર નજર કરવામાં આવે તો, રિલાયન્સ ચીફના પત્ની નીતા અંબાણીએ કંપનીના બોર્ડમાં નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે આ વર્ષે રૂ. 5 લાખની બેઠક ફી સાથે રૂ. 2 કરોડનું વાર્ષિક કમિશન મેળવ્યું છે. ગયા વર્ષે નીતા અંબાણીને આ પોસ્ટ માટે બેઠક ફીમાં 8 લાખ રૂપિયા અને કમિશનમાં 1.65 કરોડ રૂપિયા મળ્યા હતા.

ADVERTISEMENT

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT