Reliance AGM: રિલાયન્સના બોર્ડમાંથી નીતા અંબાણી અલગ થયા, ટૂંક સમયમાં Jio AirFiber લોન્ચ કરશે કંપની
Reliance AGM: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ વાર્ષિક સામાન્ય સભામાં Jio AirFiber લોન્ચ કરવાની જાહેરાત કરી છે. Jio Airfar ભારતમાં હાઈ સ્પીડ ઈન્ટરનેટ સેવા આપશે.…
ADVERTISEMENT
Reliance AGM: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ વાર્ષિક સામાન્ય સભામાં Jio AirFiber લોન્ચ કરવાની જાહેરાત કરી છે. Jio Airfar ભારતમાં હાઈ સ્પીડ ઈન્ટરનેટ સેવા આપશે. કંપનીનું માનવું છે કે Jio AirFiberની મદદથી ઝડપી Wi-Fi સેવા દરેક ઘર સુધી પહોંચશે. આ સાથે લગભગ 200 મિલિયન યુઝર્સને ઝડપી ઇન્ટરનેટ કનેક્ટિવિટી મળશે. Jio Airfiber ભારતમાં આ વર્ષે ગણેશ ચતુર્થીના દિવસે એટલે કે 19 સપ્ટેમ્બરે લોન્ચ થશે. Jio Airfiber સીધી એરટેલ એક્સ્ટ્રીમ એરફાઇબર સાથે સ્પર્ધા કરશે.
કેટલી હશે Jio Airfiberની કિંમત?
જો રિપોર્ટનું માનીએ તો Jio પોતાનો AirFiber પ્લાન 20 ટકા ઓછી કિંમતે લોન્ચ કરી શકે છે. આવી સ્થિતિમાં તેનો માસિક ખર્ચ રૂ.640ની આસપાસ હોઈ શકે છે. જ્યારે 6 માસિક પ્લાન 3650 રૂપિયામાં લોન્ચ કરી શકાય છે. ઉપરાંત, Jio દ્વારા JioCinema સહિત ઘણી એપ્સનું ફ્રી સબસ્ક્રિપ્શન ઓફર કરી શકાય છે. અગાઉ એરટેલ એક્સ્ટ્રીમ એરફાઈબર લોન્ચ કરવામાં આવ્યું હતું. એરટેલ એક્સસ્ટ્રીમ એરફાઇબર દિલ્હી અને મુંબઈમાં ઉપલબ્ધ છે. તેની પ્રારંભિક માસિક કિંમત 799 રૂપિયા છે. જ્યારે 6 માસિક પ્લાન 4,435 રૂપિયામાં આવે છે.
વાયરની પણ જરૂર નહીં પડે
એર ફાઈબરમાં ઓપ્ટિકલ ફાઈબરની જરૂર નહીં પડે. આ એક 5G Wi-Fi સેવા છે. તેમાં 5G નેટવર્ક રીસીવર છે, જેની સાથે Wi-Fi સેટઅપ કનેક્ટ થાય છે. તેમાં 1Gbps સુધીની હાઇ સ્પીડ ઇન્ટરનેટ સેવા મળવાની અપેક્ષા છે.
ADVERTISEMENT
Jio એર ફાઈબરની સાથે, Jio True 5G ડેવલપર પ્લેટફોર્મ અને Jio True 5G લેબના લોન્ચની જાહેરાત કરવામાં આવી છે. Jio True 5G લેબ રિલાયન્સ કોર્પોરેટ પાર્ક, નવી મુંબઈ ખાતે સ્થિત હશે. આકાશ અંબાણીએ કહ્યું કે, અમે એક પ્લેટફોર્મ બનાવી રહ્યા છીએ જે ભારતીય સાહસો, નાના ઉદ્યોગો અને ટેક્નોલોજી સ્ટાર્ટ-અપ્સની ડિજિટલ વિશ્વ સાથે ક્રિયાપ્રતિક્રિયા કરવાની રીતને બદલશે.
20 કરોડ ઘર સુધી પહોંચવાનું આયોજન
Jio Air Fiber 20 કરોડ ઘરો અને પરિસરોમાં પહોંચવાનું આયોજન છે. આ અંતર્ગત દરરોજ 1.5 લાખ કનેક્શન બનાવી શકાશે. જો આકાશ અંબાણીની વાત માનીએ તો Jioનું ઓપ્ટિકલ ફાઈબર ઈન્ફ્રાસ્ટ્રક્ચર 1.5 મિલિયન કિલોમીટરમાં ફેલાયેલું છે.
ADVERTISEMENT
ઈશા-આકાશ અને અનંત અંબાણી બોર્ડમાં જોડાશે
રિલાયન્સ AGM 2023ને સંબોધતા મુકેશ અંબાણીએ ગ્રુપના બોર્ડમાં નોંધપાત્ર ફેરફારોની પણ જાહેરાત કરી હતી. રિલાયન્સે રેગ્યુલેટરને આપેલી માહિતી વિશે જણાવ્યું કે, બોર્ડ ઓફ ડિરેક્ટર્સે ઈશા અંબાણી, આકાશ અંબાણી અને અનંત અંબાણીની બોર્ડમાં નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિમણૂકને મંજૂરી આપી દીધી છે. આ નિમણૂક શેરધારકોની મંજૂરીથી જ અસરકારક બનશે. આ સિવાય નીતા અંબાણી બોર્ડથી અલગ હશે.
ADVERTISEMENT
ADVERTISEMENT