MSP પર સમિતિએ ચાર પેટા જૂથોની રચના કરી, SKM સભ્યો બેઠકથી દૂર રહ્યા
મુંબઈઃ લઘુત્તમ ટેકાના ભાવ (MSP) પરની સમિતિ, સોમવારે તેની પ્રથમ બેઠકમાં અન્ય ફરજિયાત વિષયો વચ્ચે ‘MSP વધુ અસરકારક અને પારદર્શક બનાવવા’ માટે ચાર પેટા જૂથોની…
ADVERTISEMENT
મુંબઈઃ લઘુત્તમ ટેકાના ભાવ (MSP) પરની સમિતિ, સોમવારે તેની પ્રથમ બેઠકમાં અન્ય ફરજિયાત વિષયો વચ્ચે ‘MSP વધુ અસરકારક અને પારદર્શક બનાવવા’ માટે ચાર પેટા જૂથોની રચના કરી છે. જણાવી દઈએ કે આ બેઠક દરમિયાન યુનાઈટેડ કિસાન મોરચા (SKM) ના પ્રતિનિધિઓ ગેરહાજર હતા.
ભૂતપૂર્વ કૃષિ સચિવ સંજય અગ્રવાલની આગેવાની હેઠળની સમિતિએ તેની પ્રથમ બેઠક દરમિયાન શૂન્ય બજેટ આધારિત ખેતીને પ્રોત્સાહન આપવા, દેશની બદલાતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પાકની પદ્ધતિમાં ફેરફાર કરવા અને MSPને વધુ અસરકારક અને પારદર્શક બનાવવાના મહlત્ત્વ વિશે ચર્ચા કરી હતી. નોંધનીય છે કે MSP સમિતિમાં અધ્યક્ષ સહિત 26 સભ્યો છે, જ્યારે SKMના પ્રતિનિધિઓ માટે ત્રણ બેઠકો ખાલી રાખવામાં આવી છે.
સમિતિના સભ્ય બિનોદ આનંદે સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે એક દિવસની ચર્ચા પછી સમિતિએ ત્રણ આવશ્યક વિષયો પર ચાર પેટા જૂથો અથવા સમિતિઓની રચના કરવાનો નિર્ણય લીધો છે.
ADVERTISEMENT
આનંદ, જેઓ ખેડૂતોના જૂથ સીએનઆરઆઈમાં જનરલ સેક્રેટરીનો હવાલો સંભાળી રહ્યા છે, તેમણે જણાવ્યું હતું કે પ્રથમ જૂથ હિમાલયના રાજ્યોમાં પાકની પદ્ધતિ અને પાક વૈવિધ્યકરણ તેમજ આ રાજ્યોમાં MSP સમર્થન કેવી રીતે સુનિશ્ચિત કરવું તેનો અભ્યાસ કરશે.
બીજું જૂથ સૂક્ષ્મ સિંચાઈ પરના અભ્યાસ માટે રચાયેલ છે. IIM અમદાવાદના સુખપાલ સિંહની અધ્યક્ષતામાં રચાયેલી આ સમિતિ સૂક્ષ્મ સિંચાઈને ખેડૂત કેન્દ્રિત બનાવવા પર અભ્યાસ કરશે. તેમણે કહ્યું કે હાલમાં સૂક્ષ્મ સિંચાઈ સરકારી સબસિડીથી ચાલે છે, આ જૂથ એ પણ વિચારશે કે ખેડૂતોમાં આની માંગ કેવી રીતે ઉભી કરવી?
ADVERTISEMENT
ત્રીજું જૂથ ઝીરો બજેટ આધારિત ખેતી માટે રચાયેલ છે જ્યારે ચોથું જૂથ સૂકી જમીનની ખેતી પર અભ્યાસ માટે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT