Budget 2024: મધ્યમ વર્ગને બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ, શું નાણાં મંત્રી કોઇ રાહત આપશે?
ભારતમાં મુખ્ય રૂપથી મધ્યમ વર્ગની વસ્તી વધારે છે દેશના આર્થિક વિકાસ માટે પણ આ ખૂબ જ મહત્વપૂર્ણ છે આવી સ્થિતિમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ મધ્યમ વર્ગની…
ADVERTISEMENT
- ભારતમાં મુખ્ય રૂપથી મધ્યમ વર્ગની વસ્તી વધારે છે
- દેશના આર્થિક વિકાસ માટે પણ આ ખૂબ જ મહત્વપૂર્ણ છે
- આવી સ્થિતિમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ મધ્યમ વર્ગની અપેક્ષાઓ પૂરી કરે છે કે કેમ તે જોવું રહ્યું
Budget 2024 Expectations of Middle Class:
આજે દેશમાં 75મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો છે. એવામાં આવનારા થોડા દિવસોમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ વચગાળાનું બજેટ રજૂ કરશે. જો કે વચગાળાના બજેટમાં મોટા ફેરફારો કરવાની કોઈ પરંપરા નથી, તેમ છતાં દેશના મધ્યમ વર્ગને આ બજેટ પાસેથી કેટલીક અપેક્ષાઓ છે.1. આવકવેરામાં રાહત
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ગયા બજેટમાં ‘નવી કર વ્યવસ્થા’ હેઠળ કરમુક્ત આવકની મર્યાદા વધારીને 7.5 લાખ રૂપિયા કરી હતી. પરંતુ જૂની ટેક્સ સિસ્ટમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જૂની કર પ્રણાલીમાં, લોકોએ વિવિધ પ્રકારની બચત અને હોમ લોન વગેરે પર કર મુક્તિનો લાભ લીધો હતો. આવી સ્થિતિમાં, આશા છે કે આ વખતે સરકાર ટેક્સ, હોમ લોન વગેરે સંબંધિત છૂટની મર્યાદા વધારશે.
ADVERTISEMENT
2. રોજગારી સર્જન માટે બજેટ પર ધ્યાન કેન્દ્રિત
મધ્યમ વર્ગને બજેટ પાસેથી રોજગાર સર્જનને લઈ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને એવી નીતિઓ બજેટમાં આવવી જોઈએ જે ‘middle class income ‘ શ્રેણીમાં આવતા લોકો માટે ફાયદાકારક હોય. આગામી સમયમાં દેશ લોકસભાની ચૂંટણીમાં યોજાશે. આવી સ્થિતિમાં સરકાર આ ક્ષેત્રમાં કામ કરે તેવી અપેક્ષા રાખી શકાય.
3. મોંઘવારીમાંથી રાહત
મધ્યમ વર્ગને પણ બજેટમાં મોંઘવારીમાંથી રાહતની અપેક્ષા છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના અથાક પ્રયાસો છતાં ફુગાવો હજુ પણ 5 થી 6 ટકાની રેન્જમાં છે. ખાદ્ય ફુગાવો પણ 7 થી 9 ટકાની વચ્ચે રહે છે. ડિસેમ્બરમાં મોંઘવારી છેલ્લા 4 મહિનાની ટોચે પહોંચી હતી. આવી સ્થિતિમાં મધ્યમ વર્ગને મોંઘવારીમાંથી રાહતની આશા છે.
ADVERTISEMENT
4. શિક્ષણ, આરોગ્ય અને આવાસ
મધ્યમ વર્ગ માટે હવે મૂળભૂત જરૂરિયાતો શિક્ષણ, આરોગ્ય અને મકાન બની ગઈ છે. મધ્યમ વર્ગને બજેટમાં પરવડે તેવા આવાસ યોજનાઓ, શિક્ષણ માટેની સારી નીતિઓ અને વધુ સારું આરોગ્ય કવરેજ મળવાની અપેક્ષા છે. હાલમાં, દેશમાં ઉપલબ્ધ હાઉસિંગ ઇન્વેન્ટરીમાં પરવડે તેવા આવાસની અછત છે, જ્યારે લક્ઝરી હોમ સેગમેન્ટ તેની શ્રેણીની બહાર જઈ રહ્યું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT