એક રાજીનામાથી કંપનીમાં હડકંપ, ટેન્શનમાં રોકાણકારો; વેચવા લાગ્યા શેર

ADVERTISEMENT

gujarattak
social share
google news

Kalyani Steels Share: કલ્યાણી સ્ટીલ્સના ચીફ ફાઈનાન્સ ઓફિસર (CFO) બાલ મુકુંદ મહેશ્વરીએ તેમના પદ પરથી રાજીનામું આપ્યું છે. કંપનીએ ગુરુવારે આ જાણકારી આપી છે. બાલ મુકુંદ મહેશ્વરીએ રાજીનામા પત્રમાં લખ્યું છે કે તેઓ પોતાના કરિયરને બીજી દિશામાં લઈ જવા માંગે છે. કલ્યાણી સ્ટીલ્સે શેરબજારને જણાવ્યું છે કે બાલ મુકુંદ મહેશ્વરી 1 એપ્રિલ, 2024 સુધી કંપની સાથે જોડાયેલા રહેશે. મતલબ કે તેમનો કાર્યકાળ 1 એપ્રિલ બાદ સમાપ્ત થશે.

સમાચાર બાદ શેર માર્કેટમાં હડકંપ મચ્યો

રાજીનામાના સમાચાર સામે આવતા જ રોકાણકારોમાં ચિંતા વ્યાપી ગઈ છે. ગુરુવારે BSE ઈન્ડેક્સ પર કલ્યાણી સ્ટીલ્સના શેરમાં વેચાણ થતું જોવા મળ્યું. બીએસઈ ઈન્ડેક્સ પર આ શેર રૂ. 433.25 પર બંધ થયો. શેર એક દિવસ અગાઉની તુલનામાં 0.66% ઘટીને બંધ થયો. ટ્રેડિંગ દરમિયાન શેર ઘટીને રૂ. 428.05 સુધી પહોંચી ગયો હતો.

બજારનો માહોલ

ભારે વધારા-ઘટાડા ભર્યા ટ્રેડિંગમાં 30 શેર ધરાવતો BSE સેન્સેક્સ 358.79 પોઈન્ટ એટલે કે 0.51 ટકાના વધારાની સાથે 70,865.10ના પોઈન્ટ પર બંધ થયો. સેન્સેક્સ નુકસાનમાં ખુલ્યો અને ટ્રેડિંગ દરમિયાન એક તબક્કે ઘટીને 585.92 પોઈન્ટ્સ થઈ ગયો હતો. પરંતુ બપોરના ટ્રેડિંગમાં તેમાં તેજી આવી. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 104.90 પોઈન્ટ અથવા 0.50 ટકાના વધારા સાથે 21,255.05 પોઈન્ટ પર બંધ થયો હતો. ટ્રેડિંગ દરમિયાન તે 21,288.35ની ઊંચી સપાટીએ અને 20,976.80ની નીચી સપાટીએ રહ્યો હતો.

ADVERTISEMENT

કલ્યાણી સ્ટીલ્સના પરિણામો

સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન કલ્યાણી સ્ટીલ્સના નેટ સેલ્સમાં ઘટાડો નોંધાયો. નેટ સેલ્સ 480.07 કરોડ રૂપિયા રહ્યું, જે એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં રૂ. 500.33 કરોડ રૂપિયા હતું. નેટ પ્રોફિટની વાત કરીએ તો તે રૂ.58.32 કરોડ રહ્યું. જે એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટર કરતાં 68.47% વધુ છે. એક વર્ષ પહેલા નેટ પ્રોફિટ 34.62 કરોડ રૂપિયા થયું હતું.

    follow whatsapp

    ADVERTISEMENT